અમદાવાદથી જામનગર વચ્ચે ડેઇલી ફ્લાઇટ શરૂ! જાણો કેટલું છે ભાડું

અમદાવાદઃ અમદાવાદથી સૌરાષ્ટ્ર માટે હવે તમને રોજ એક ફ્લાઈટ મળી રહેવાની છે. જીહા, સ્ટાર એરલાઇન્સ દ્વારા અમદાવાદથી જામનગર ખાતે રોજ એક ફ્લાઈટ ઉડાન ભરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર એર જે સંજય ઘોડાવત ગ્રુપ સંચાલિત છે તેમણે જાહેરત કરી છે કે, આજથી સરદાવર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ (AMD)થી જામનગર (JGA) વચ્ચે નવી અને નોન-સ્ટોર ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. હવે અમદાવાદથી સૌરાષ્ટ્ર જવા માટે યાત્રા સરળ રહેવાની છે. જો કે, તમારે તેના માટે અન્ય મુસાફરી કરતા વધારે રૂપિયા ચૂકવવા પડશે.
અમદાવાદથી જામનગર વચ્ચે દરરોજ નોન-સ્ટોપ ઉડાન ભરી શકશે
આજથી એટલે કે 23મી ઓગસ્ટ 2025 થી બંને શહેરો વચ્ચે દરરોજ નોન-સ્ટોપ ઉડાન ભરી શકશે. આ ફ્લાઈટ એમ્બ્રેર ERJ-145 એરક્રાફ્ટમાં કુલ 50 લોકો મુસાફરી કરી શકશે. સમયપત્રકની વાત કરવામાં આવે તો ફ્લાઇટ S5614 અમદાવાદથી સવારે 07:20 વાગ્યે ઉપડશે અને સવારે 08:10 વાગ્યે જામનગર પહોંચી જશે. જ્યારે વળતા ફ્લાઇટ S5615 જામનગરથી બપોરે 02:00 વાગ્યે ઉપડશે અને 02:50 વાગ્યે અમદાવાદ લેન્ડ કરશે.
આ ફ્લાઈટમાં ટિકિટના દર કેટલા હશે?
આ મુસાફરી માટે ભાડાની વાત કરવામાં આવે તો, અમદાવાદથી જામનગર જવા માટે આ વિમાનની ટિકિટ 2222 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે જામનગરથી અમદાવાદની ફ્લાઇટના ભાવ 2223 રૂપિયા ટિકિટ દર રાખવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે તેમાં વધઘટ થઈ શકે છે. અત્યારે આ ફ્લાઈટ શરૂ થયા અનેક લોકોને ફાયદો થવાના છે. જે લોકોને આ રૂટમાં સૌથી વધારે મુસાફરી કરવાની હોય છે તેમને ધ્યાને રાખીને આ સેવા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો…સુરત- ભુજ અને જામનગર વચ્ચે સીધી ડેઇલી ફ્લાઈટ શરૂ, જાણો સિડ્યુલ અને ભાડું