અમદાવાદ

ગીર અભ્યારણમાં સોલાર પાવર પ્લાન્ટ બની ગયો, અધિકારીઓને ખબર પણ ના પડી! ફરિયાદ બાદ કરી કાર્યવાહી

અમદાવાદ: માનવીય હસ્તક્ષેપને કારણે જંગલ વિસ્તારમાં ઘટાડો થઇ રહ્યો છે, જેના કારણે વન્ય જીવોના વસવાટનો પ્રદેશ ઘટી રહ્યો છે. એશિયાટીક સિંહોના એક માત્ર રહેઠાણ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં પણ ઘણા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા છે. ઇકો-સેન્સિટિવ ઝોનમાં ખાનગી પેઢી દ્વારા મોટા પાયે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. એક સંસ્થાની ફરિયાદ બાદ વન વિભાગ ઊંઘમાંથી જાગ્યું હતું અને સોલાર પેનલ પર બુલડોઝર ફેરવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે, “ધારી સોલાર પાર્ક પ્રા. લિ.એ વન વિભાગ દ્વારા નિર્ધારિત શરતોનો ભંગ કરીને ગીર ઈકો-સેન્સિટિવ ઝોનમાં સોલાર પેનલ લગાવી હતી. અમને આ અંગે ફરિયાદ મળી હતી અને જરૂરી પગલાં લેવમાં આવ્યા છે.”

અધિકારીઓના જણાવ્યા મુજબ કંપનીની 4,19,028 ચોરસ મીટરમાં સોલાર પ્રોજેક્ટ સ્થાપવાની યોજના હતી. એક ટ્રસ્ટની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોણવેલ ગામમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ સોલાર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો, આ વિસ્તાર ઇકો-સેન્સિટિવ ઝોનમાં આવે છે.

આ પણ વાંચો: હસદેવનું જંગલ: રાજકારણના રંગ ઔર જાને ભી દો યારોં

રાજ્યના વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, “વન વિભાગે ઇકો-સેન્સિટિવ ઝોનની બહારના વિસ્તારો માટે પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. કંપનીએ તેના માટે ખાનગી જમીન ખરીદી હતી પરંતુ કંપનીએ ઇકો-સેન્સિટિવ ઝોનની અંદર સોલાર પેનલ લગાવી હતી. તેથી સોલાર પેનલને દૂર કરવામાં આવ્યા હતા.”

2011નું નોટિફિકેશન સ્થાનિક સમુદાયો અને આ વિસ્તારોમાં ઇકો-ફ્રેન્ડલી પ્રવાસન પ્રવૃત્તિઓ માટે નાના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે પરવાનગી આપે છે. વન્યજીવ નિષ્ણાંત અધિકારીઓની જાણ વગર આટલા મોટા પાયે પ્રોજેક્ટ સ્થાપિત કરવા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

નિષ્ણાતોના મતે, મોટા પાયે સ્થાપતા આવા પ્રોજેક્ટ્સ વન્યજીવો, ખાસ કરીને એશિયાટિક સિંહોની વસ્તી માટે ઘણા જોખમો ઉભા કરે છે.

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી