અમદાવાદ

ઘાટલોડીયામાં ગાયત્રી એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટ્યો, એક મહિલા ઈજાગ્રસ્ત

અમદાવાદ: ઘાટલોડીયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગાયત્રી એપાર્ટમેન્ટના બ્લોક નંબર 16નો ધાબાનો સ્લેબ તૂટી પડતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાવ્યો છે અને હાઉસિંગ બોર્ડની જર્જરિત ઇમારતોની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. ઘટના બાદ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી, અને રહેવાસીઓને સલામતી માટે મકાનો ખાલી કરવા સૂચના આપી.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઘાટલોડીયામાં આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટના બ્લોક નંબર 16નો ધાબાનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલુ છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો.

ફાયર બ્રિગેડ અને પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે બ્લોકમાં મોટી તિરાડો પડી હતી. આ જ કારણએ આખો બ્લોક તૂટી પડવાનું જોખમ રહેલું છે. સાવચેતીના ભાગરૂપે, રહેવાસીઓને તાત્કાલિક મકાનો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બાંધકામની સ્થિતિની તપાસ શરૂ કરી હતી.

ફાયર બ્રિગેડ અને પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે બ્લોકમાં મોટી તિરાડો જોવા મળી, જેના કારણે આખો બ્લોક તૂટી પડવાનું જોખમ રહેલું છે. સાવચેતીના ભાગરૂપે, રહેવાસીઓને તાત્કાલિક મકાનો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો. ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બાંધકામની સ્થિતિની તપાસ શરૂ કરી.

આ પણ વાંચો…આ છે ગુજરાત મોડલની અસલી હકીકતઃ 5 વર્ષમાં આટલા પુલ થયા ધરાશાયી, જુઓ લિસ્ટ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button