ચાંદીનો ભાવ પોણા બે લાખ થયો, પણ અમદાવાદની આ સોસાયટીએ મેમ્બર્સને આપ્યા ચાંદીના સિક્કા

અમદાવાદ: તહેવારોની સિઝન ચાલી રહી છે. દિવાળીના શુભ તહેવારના આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ દિવસોમાં સોના ચાંદીની ખરીદી શુભ માનવામા આવે છે. ત્યારે બીજુ બાજુ સોના ચાંદીની કિંમતોમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વચ્ચે શહેરની એક પરંપરાગત રહેઠાણ સોસાયટીએ એક અનોખું ઉદાહરણ બનીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ સોસાયટીએ પોતાના 21 સભ્યોને દિવાળીની ખુશીમાં 100 ગ્રામ ચાંદી ભેટ તરીકે આપી, જે એકતા અને સમૃદ્ધિનું પ્રતીક બની રહી છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે કૃષ્ણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, જે 96 વર્ષ જૂની છે, એ તેના 21 સભ્યોને 12 ઓક્ટોબરે દિવાળીના અવસરે 100 ગ્રામ ચાંદી ભેટમાં આપવાની જાહેરાત કરી છે. એક મીડિયાને સોસાયટીના ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યું કે, “અમે સભ્યો પાસે મેઈટેન્સ ફી નથી લેતા, પરંતુ જુની આવકથી પૂરતા નાણ છે. આ અગાઉ પણ 1994માં દરેક સભ્યોને 400 ગ્રામ સોનું આપ્યું હતું.
આ સોસાયટી પાસે ઉત્સવોમાં સમૃદ્ધિ વહેંચવાની લાંબી પરંપરા છે. 1994માં તેણે દરેક સભ્યને 400 ગ્રામ સોનું આપીને એકતાનું પ્રદર્શન કર્યું હતું. શાંતિનિકેતન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, જે 100 વર્ષથી વધુ જૂની છે, તેને 2020થી 2022 સુધી ત્રણ વર્ષ સુધી 20 સભ્યોને ચાંદી આપી હતી. ત્યાના ચેરમેનનું કહેવું છે કે ભેટ સોગાદોના બદલે અમે રોકડ આપવી ઈચ્છા રાખીએ છીએ જેથી સંપત્તિમાં વધારો થાય છે. આપને જણાવી દઈએ કે આ વર્ષ પુષ્ય નક્ષત્રના દિવસે ચાંદીની કિંમતો 1.75 લાખ આસપાસ નોંધાઈ હતી.
આ અગાઉ નેહરુનગરમાં પણ એક સોસાયટીએ ભૂતકાળમાં ચાંદીની ભેટ આપી હતી, પરંતુ આવક ઘટવાને કારણે તે પ્રથા બંધ કરી દીધી. નાણાકિય નિષ્ણાંતોનું કહેવું છે કે, ઇન્કમ ટેક્સ અધિનિયમ હેઠળ ભેટમાં પૈસા કે સંપત્તિ આપવામાં આવે તો તે રૂ. 50,000 સુધી કર મુક્ત છે. અને જો નોન-રિલેટિવ્સથી મળે તો ટેક્સ લાગે છે, જ્યારે નજીકના સબંધીઓથી મળે તો ટેક્સ મુક્ત છે.”
પરંપરાગત સોસાયટીઓ પાસે હોલ, ખુલ્લી જમીન કે દુકાનો ભાડે આપવાની જેવા બહુવિધ આવકના સ્ત્રોતો હોય છે, જેનાથી તેમની સરપ્લસ રકમ બની શકે છે. જોકે, નવી સર્વિસ સોસાયટીઓ માટે આ સંભવ નથી, કારણ કે તેમની આવકના સ્ત્રોતો મર્યાદિત હોય છે.
આપણ વાંચો: ગુજરાતમાં દિવાળી પહેલા રાજકીય ધડાકાના એંધાણ!; મંત્રીમંડળમાં આટલા દિગ્ગજ નેતાઓના નામની ચર્ચા!