
અમદાવાદઃ 12 જૂન 2025ના રોજ બપોરે લગભગ 13:39 એર ઇન્ડિયાના AI171 વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી ઉડાન ભરી ત્યારબાદ થોડી જ વારમાં ક્રેશ થઈ ગયું હતો. આ વિમાન મુસાફરોને લઈને અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. દુર્ઘટનાની પ્રાથમિક તપાસ ભારતમાં સિવિલ એવિએશન મંત્રાલયના Aircraft Accident Investigation Bureau (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારી ખુલાસાઓ થયાં છે. વાંચો આ સંપૂર્ણ અહેવાલ…
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની માહિતી
વિમાનમાં કુલ 242 લોકો હતા (230 મુસાફરો, 10 કેબિન ક્રૂ અને 2 પાઇલટ). આ દુર્ઘટનામાં 260 લોકોના મૃત્યુ થયા જેમાં પાઇલટ અને કોપાઇલટ સહિત વિમાનમાં બેઠેલા તમામ મુસાફરો અને નજીકની ઈમારતોમાં રહેલા 19 લોકો સામેલ છે. એક વ્યક્તિ સદનસીબે બચી ગયો હતો. વિમાને RWY 23 પરથી ઉડાન ભરી અને લગભગ 0.9 NM અંતરે BJ મેડિકલ કોલેજ હોસ્ટેલ પર અથડાયું હતું. તપાસ રિપોર્ટ્સ પ્રમાણે એન્જિનના ઈંધણ નિયંત્રણ સ્વીચ અચાનક બંધ થવાથી બંને એન્જિન બંધ થઇ ગયા, જેના કારણે વિમાન ઊંચાઇ પામ્યા વિના જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
વિમાન દુર્ઘટનાસ્થળની વિગતો
એર ઈન્ડિયાનું આ વિમાન અનેક ઝાડો અને 5 ઈમારતો સાથે અથડાયું હતું. મકાનોમાં આગ લાગતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. વિમાની વિવિધ ઘટકો (એન્જિન, વિંગ, લેન્ડિંગ ગિયર, ફ્લાઇટ ડેક) તણખલા જેમ ઉડીને આસપાસ છૂટા પડ્યા હતાં. વિમાન સંપૂર્ણપણે નષ્ટ થયું હતું માત્ર કાટમાળ જ રહ્યો હતો
વિમાનની પ્રાથમિક માહિતી

તબીબી અને ટેક્નિકલ તપાસની માહિતી
એર ઇન્ડિયાના AI171 વિમાન જે પાઇલટ અને કોપાઇલટ ચલાવી રહ્યાં હતા તે બંને અનુભવી અને યોગ્ય લાયસન્સ ધરાવતા હતા. એટલું જ નહીં પરંતુ પાયલટોએ દુર્ઘટનાની પૂર્વે પૂરતો આરામ મેળવી લીધો હતો. દુર્ઘટનાના સમયે હવામાન અનુકૂળ હતું (વિઝિબિલિટી 6000 મીટર, કોઈ વાદળ પણ નહોતા). વિમાનમાં ચાર MEL ખામીઓ (ફલાઇટ ડેક ડોર કેમેરા, FD પ્રિન્ટર વગેરે) જણાતી હતી. તપાસ દરમિયાન throttle quadrant અને ફ્યુઅલ કન્ટ્રોલ સ્વીચ ‘RUN’ માંથી ‘CUTOFF’ થવાની ઘટના તપાસમાં સામે આવી છે.
ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના પાયલોટની વિગતો

અવાજ અને ડેટા રેકોર્ડિંગ
Cockpit Voice Recorder અને Flight Data Recorderમાંથી માહિતી મળી છે જેમાં Take-Off બાદ થનારી વિમાની ગતિશીલતા અને પાઇલટ વચ્ચે થયેલી વાતચીત રેકોર્ડ થઈ છે. રેકોર્ડિંગ પ્રમાણે બંને એન્જિન ટેકઓફ પછી અચાનક બંધ થયા અને થોડીક જ સેકન્ડ બાદ ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ થયો પણ અપર્યાપ્ત ઊંચાઈને કારણે વિમાનથી ક્રેશ થયું હતું. કોકપીટ રેકોર્ડિંગમાં એક પાઇલટ બીજાને પૂછે છે, ‘તમે એન્જિન કેમ બંધ કર્યું?’ તો સામે જવાબ મળ્યો કે, ‘મેં નથી કર્યું’. જેથી એવું પણ સંભવ છે કે, ઇંધણ નિયંત્રણ સ્વીચનું અજાણતા કટ-ઓફ અથવા તકનીકી ખામી હોઈ શકે છે. એન્જિન 1 રિકવર થવા લાગ્યું પણ એન્જિન 2 સંપૂર્ણપણે રિકવર થઈ શક્યું નહીં. જેથી વિમાન ઝડપથી ઊંચાઈ ગુમાવી બેઠું અને અમદાવાદ નજીક બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં અથડાયું હતું.
આગળ શું કાર્યવાહી કરવામાં આવશે?
એન્જિન અને વિમાની ભાગોનું વિશ્લેષણ હજી પણ ચાલી રહ્યું છે. ઈંધણના નમૂનાની ચકાસણી DGCA લેબમાં કરવામાં આવી છે. બચેલા એક મુસાફર અને સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. ફ્લાઇટ રેકોર્ડર (EAFR) ડેટા સફળતાપૂર્વક મેળવવામાં આવ્યો છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. એન્જિન, કંટ્રોલ સ્વીચો અને અન્ય ભાગોની તપાસ કરવામાં આવી છે અને સ્થળ પર જ તેનું ક્યુરેટિંગ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને બચી ગયેલા મુસાફરોની પૂછપરછ ચાલુ છે. બોઇંગ 787 અથવા GE એન્જિન પર અત્યાર સુધી કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
કાટમાળને એરપોર્ટ નજીકના સુરક્ષિત વિસ્તારમાં ખસેડવામાં આવ્યો
કાટમાળ સ્થળની પ્રવૃત્તિઓ, જેમાં ડ્રોન ફોટોગ્રાફી/વીડિયોગ્રાફીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, અને કાટમાળને એરપોર્ટ નજીકના સુરક્ષિત વિસ્તારમાં ખસેડવામાં આવ્યો છે. વિમાનમાં ઇંધણ ભરવા માટે ઉપયોગમાં લેવાતા બોવર્સ અને ટેન્કોમાંથી લેવામાં આવેલા ઇંધણના નમૂનાઓનું DGCA ની લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે સંતોષકારક જણાયું હતું. હજી પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશ: એર ઇન્ડિયાનો સંસદીય સમિતિને જવાબ, ‘ડ્રીમલાઈનર સૌથી સુરક્ષિત વિમાન’