ગુજરાતમાં સરકારએ હવે દારૂબંધીનું નાટક બંધ કરવું જોઈએ, શંકરસિંહ વાઘેલાનું ચોંકાવનારું નિવેદન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના દરરોજ ધજાગરા ઉડી રહ્યા છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી દારૂનો જથ્થો અવારનવાર ઝડપાતો રહે છે. હવે આ મુદ્દે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર સરકાર સામે કડક પ્રહારો કર્યા છે.
સાણંદમાં દારૂ પાર્ટી મામલે થયેલી પોલીસ કાર્યવાહીને કેન્દ્રમાં રાખીને વાઘેલાએ કહ્યું છે કે, રાજ્યમાં દારૂબંધી માત્ર કાયદાની પુસ્તિકામાં જ સીમિત રહી ગઈ છે. હકીકતમાં આ કાયદો વ્યવહારૂ નથી અને સરકારએ હવે આ ‘નાટક’ બંધ કરવું જોઈએ.
આપણ વાચો: ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યા લીરા, હાંસોટ પોલીસ સ્ટેશનમાં પોલીસે માણી દારૂની મહેફિલ…
દારૂ મામલે શંકરસિંહ વાઘેલાનું વિવાદિત નિવેદન
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે, દારૂબંધીના કારણે રાજ્યમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે. પ્રતિબંધ હોવા છતાં દારૂ સરળતાથી ઉપલબ્ધ છે, જે દર્શાવે છે કે કાયદો જમીન પર અસરકારક રીતે અમલમાં નથી. તેમણે દાવો કર્યો કે આ સ્થિતિમાં સામાન્ય અને સારા પરિવારના યુવક-યુવતીઓ પણ બદનામ થાય છે.
શંકરસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ દારૂ પર પ્રતિબંધના કારણે યુવાનો હવે ગુટખા અને અન્ય ખતરનાક નશીલા પદાર્થો તરફ વળી રહ્યા છે, જે સમાજ માટે વધુ ગંભીર જોખમ છે. વાઘેલાએ ઉમેર્યું હતું કે, જો દારૂબંધી હટાવવામાં આવે તો સરકારને મોટી આવક થઈ શકે, જેનો ઉપયોગ શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓ માટે થઈ શકે તેમ છે.
આપણ વાચો: માનો યા ના માનોઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર ચોથી સેકન્ડે પકડાય છે દારૂની બોટલ
રાજકીય મંચ પરથી શંકરસિંહ વાઘેલાએ શું સંદેશ આપ્યો?
શંકરસિંહ વાઘેલાએ રાજકીય મંચ પરથી પણ સ્પષ્ટ સંદેશ આપ્યો હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં જે પાર્ટી દારૂબંધી હટાવવાની જાહેરાત કરશે, તેને જ જનતાએ સમર્થન આપવું જોઈએ. તેમના મતે, મોટા ભાગના ગુજરાતીઓ આ નીતિથી અસંતુષ્ટ છે અને હવે સમય આવી ગયો છે કે આ પ્રતિબંધને મૂળથી દૂર કરવામાં આવે.
શંકરસિંહ વાઘેલાએ એમ પણ જણાવ્યું હતું કે મોટાભાગના ગુજરાતીઓ આ ખોટી નીતિની વિરુદ્ધમાં છે અને હવે સમય આવી ગયો છે કે આ પ્રતિબંધને જડમૂળથી દૂર કરવામાં આવે.



