સેવન્થ ડે સ્કૂલ ફરી ધમધમશે: બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય

અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલમાં એક મહિના પહેલા એક વિદ્યાર્થીની હત્યા થઈ હતી. આઠમા ધોરણના વિદ્યાર્થીએ દસમાના વિદ્યાર્થીને છરી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ શાળાનું શૈક્ષણિક કાર્ય ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે હવે ઓનલાઈન શિક્ષણ ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે. બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને શાળા ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો આગામી શુક્રવારથી શરૂ કરવા જઈ રહી છે.
સેવન્થ ડે સ્કૂલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે આગામી શુક્રવારથી અમલમાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હાલ પૂરતા ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થશે, પરંતુ ભવિષ્યમાં અન્ય ધોરણોના ઓફલાઇન વર્ગો પણ શરૂ કરવાની યોજના છે. આ પગલું ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓની તૈયારી માટે મહત્વનું ગણાય છે.
આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ, CCTV ફૂટેજથી ખુલ્લી પડી બેદરકારીની પોલ
ઓફલાઇન વર્ગો શરૂ થાય તે પહેલા સરકાર દ્વારા નિયુક્ત બે નિરીક્ષકો શાળાનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે, જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય. શાળા પ્રશાસને જણાવ્યું કે વિદ્યાર્થીઓની સલામતી માટે તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે, જેમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને નિયમોનો સમાવેશ થાય છે. આ નિર્ણય લાંબા સમયથી ઓનલાઇન શિક્ષણ પર નિર્ભર રહેલા વિદ્યાર્થીઓ માટે રાહત લાવશે, જેઓ હવે રૂબરૂ શિક્ષણ દ્વારા બોર્ડની પરીક્ષાઓની વધુ સારી તૈયારી કરી શકશે.
ગત મહિને સેવન્થ ડે સ્કૂલમાં એક ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં ધોરણ 8ના એક વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપી વિદ્યાર્થીએ પીડિત વિદ્યાર્થી પર ધાર દાર વસ્તુ વડે હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ધક્કા મુક્કી જેવી નાની બાબતે શરૂ થયેલી આ માથાકૂટ હિંસ સ્વરૂપ ધારણ કર્યું હતું. વિદ્યાર્થીએ બદલો લેવા માટે સ્કૂલ છૂટ્યા બાદ હુમલો કર્યો હતો. હુમલા બાદ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ પણ વાંચો: DEOએ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ કરાવ્યું, વાલીઓમાં રોષ યથાવત્
આ દુર્ઘટનાએ શાળામાં સુરક્ષા અને વિદ્યાર્થીઓની વર્તણૂક પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સેવન્થ ડે સ્કૂલનો ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય એક તરફ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં મહત્વનો છે, તો બીજી તરફ તે સુરક્ષાની ચિંતાઓને પણ ઉજાગર કરે છે. શાળા પ્રશાસન અને સરકારની સુરક્ષા વ્યવસ્થાઓ પર નજર રહેશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.