24 કલાકમાં ગુજરાતમાં અકસ્માતની વણઝાર, નવસારી, સુરેન્દ્રનગર, સુરત, અમરેલી અને મોરબીમાં અકસ્માત

અમદાવાદ: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે. છેલ્લા અઠવાડિયામાં અકસ્માતની અનેક ઘટનાઓ નોંધાઈ છે. આજે પણ રાજ્યમાં નવસારી, સુરેન્દ્રનગર, સુરત, અમરેલી, મોરબી સહિતના સ્થળોએ માર્ગ અકસ્માત સર્જાયો હતો. છેલ્લા 24 કલાક અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકો મોતનો કોળિયો બની ગયા હતા. મળતી વિગતો અનુસાર ગત મોડી રાત્રે નવસારીના મરોલીથી ઉભરાટ તરફ જતા રોડ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં પૂરપાટ ઝડપે જતી કાર ભેંસના ટોળા સાથે અથડાતા 5 ભેંસનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માતમાં કાર ચાલક પણ ગંભીર રીતે ઘવાયો હતો.
થાનગઢ નજીક કાર અકસ્માતમાં રાજકોટના દંપતિનું મોત
તે ઉપરાંત આજે સુરેન્દ્રનગરના થાનગઢ નજીક સર્જાયેલા કાર અકસ્માતમાં રાજકોટના દંપતિનું મોત થયું હોવાનાં અહેવાલો છે. મળી રહેલી વિગતો અનુસાર રાજકોટનો માતાજીના માંડવામાં જઈ રહ્યો હતો તે દરમિયાન કાર પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માતમાં સર્જાયો હતો. સ્માર્ટ સીટી સુરતમાં ડમ્પર અને ટુ વ્હીલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 13 વર્ષની કિશોરીનું મોત નિપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં ડમ્પર ચાલકની અટકાયત કરી છે. પ
લાઠી તાલુકાના રામપર નજીક અકસ્માત
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પણ અકસ્માત સર્જાયો હતો. લાઠીના રામપર નજીક રીક્ષા અને સ્વીફટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉપલેટાના વતની ભુરખિયા મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા લોકોનો લાઠીના રામપર નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોની હાલત ગંભીર હોવાની વિગતો મળી રહી છે.
નારી ગામ નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી
ભાવનગરની નજીક આવેલા આવેલા નારી ગામ નજીક કારમાં આગ લાગવાની ઘટના હતી. નારી ગામ નજીક હાઇવે રોડ પસાર થઇ રહેલી કારમાં અચાનક આગ લાગી હતી. હાઈવે પર પસાર થઇ રહેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવરે કારમાંથી બહાર નીકળી ગયો હતો. સળગતી કારમાંથી ડ્રાઈવર બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. હાઇવે ઉપર બનેલી ઘટનાને લઇ વાહન ચાલકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.
મોરબીમાં બોલેરો પિક-અપ પલ્ટી મારી ગઈ
મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રક, બોલેરો પીક-અપ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનીનાં અહેવાલો નથી. મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે નેશનલ હાઇવે પર સનોરા સિરામિકની બાજુમાં આજે બપોરના અરસામાં એક ટ્રકે બોલેરો પિક-અપને ટક્કર મારતા ત્યાં રહેલી એક કાર પણ હડફેટે આવી ગઈ હતી. આ અકસ્માતમાં વાયર ભરેલી બોલેરો પિક-અપ પલ્ટી મારી ગઈ હતી.
આ પણ વાંચો….દેશમા વધતા અકસ્માતો અટકાવવા સરકાર અમલમાં મૂકશે આ નવો માસ્ટર પ્લાન