એસજી હાઈવે પર નહીં જામે ગરબાની રમઝટ! આયોજક માટે અમદાવાદ આ વિસ્તાર બન્યા હોટ ફેવરિટ...
Top Newsઅમદાવાદ

એસજી હાઈવે પર નહીં જામે ગરબાની રમઝટ! આયોજક માટે અમદાવાદ આ વિસ્તાર બન્યા હોટ ફેવરિટ…

અમદાવાદ: શહેરના પોસ ગણાતા એવા એસજી હાઈવે પર YMCA થી કર્ણાવતી ક્લબ સુધી રસ્તો પાછલા ઘણા સમયથી બંધ છે. જેના કારણે રસ્તા પર સામાન્ય ટ્રાફિક જામની મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે. હવે થોડા સમયમાં નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે. નવરાત્રિના પર્વ અમદાવાદ સહિત ગુજરાતભરમાં ધૂમધામથી ઉજવાય છે.

પણ આ બંધ રસ્તા કારણે આ વર્ષ ઈવેન્ટ આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્રાફિકની અવ્યવસ્થા અને ઊંચા ભાડાને કારણે જ્યારે ગરબા આયોજકો પાર્કિંગ સુવિધા અને ઓછા ટ્રાફિક વાળા સ્થળો તરફ વળી રહ્યા છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન ગરબાના પરંપરાગત સ્થળોને બદલે નવા વિસ્તારો લોકોની પસંદગી બની રહ્યા છે.

આ નવરાત્રીમાં ગરબાના મુખ્ય કેન્દ્રો શિલાજ-થોળ રોડ, રણછોડ, ઓગણજ, ખોડિયાર, ભાડજ, સાંતેજ, ઝુંડાલ અને વૈષ્ણોદેવી-ગાંધીનગર હાઇવે તરફ ખસી રહ્યા છે. આ વિસ્તારો, જે અગાઉ ઓછા લોકપ્રિય હતા.

હવે પાર્કિંગની વધુ સગવડને કારણે આયોજકોની પહેલી પસંદગી બની રહ્યા છે. આ નવા સ્થળો એસજી રોડની તુલનામાં સસ્તા અને વધુ સુવિધાયુક્ત છે, જે ગરબા પ્રેમીઓને આકર્ષી રહ્યા છે.

આ મામલે ઈવેન્ટ મેજમેન્ટ નિષ્ણાંતનું માનવું છે કે, “શિલાજ-થોળ રોડ હવે પ્રીમિયમ ગરબા હબ બની ગયો છે. અહીં એસજી રોડની તુલનામાં સસ્તા ભાવે વધુ સારી સુવિધાઓ મળે છે.”

ઘણા પાર્ટી પ્લોટ ત્રણથી ચાર ગણું પાર્કિગ હોવાના કારણે તે ગરબા ચાહકો ઈવેન્ટ મેનેજરની પહેલી પસંદ બને છે. જ્યારે અમુક ગરબા આયોજકો મંડળી શૈલીના ગરબા સવાર સુધી રમાડવા માટે શહેર કે રહેણાંક વિસ્તારથી દૂરના પાર્ટીપ્લોટ પસંદ કરે છે.

કેટલાક આયોજકો માટે નવા સ્થળોનો ખર્ચ એસજી રોડની સરખામણીએ થોડો વધારે છે. કેટલાક ગરબા આયોજકોનું માનવુ છે કે, એસજી હાઈવે જેટલા જ ખર્ચ કે થોડા ઉપર નીચેના ખર્ચમાં જો સારી સુવિધા મળતી હોય તો એ પહેલી પસંદ બને છે.

સામાન્ય રીતે એસજી રોડ પર પ્રીમિયમ ગરબાનો ખર્ચ રૂ. 50 લાખથી 1 કરોડ સુધી હોય છે, જ્યારે શિલાજ-થોળ પર સમાન કે થોડો ઓછો ખર્ચ સાથે ત્રણથી ચાર ગણી સુવિધાઓ મળે છે.

શહેરના મોટા ક્લબો પણ આ વર્ષે સાવચેતી રાખી રહ્યા છે. રાજપથ ક્લબે ફક્ત ત્રણ રાત માટે સભ્યો માટે ગરબાનું આયોજન કર્યું છે. રાજપથ ક્લબે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે બહારના આયોજકોને સ્થળ આપવાનું ટાળ્યું છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે YMCA ક્લબમાં ટ્રાફિક સમસ્યાઓથી કેટલાંક લગ્ન રદ થયાં છે અને ગરબા આયોજકો પણ પુનર્વિચાર કરી રહ્યા છે.

આ પણ વાંચો…અમદાવાદના રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વખત યોજશે ગરબા, શરતો પણ હશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button