અમદાવાદ

અમદાવાદમાં બિહાર જેવો દ્રશ્યો! રૂપિયાની લેતીદેતી મામલે વેપારી પર જીવલેણ હુમલો, જુઓ વીડિયો

અમદાવાદઃ અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. આવા લોકોને ના કાયદાનો કોઈ ડર છે કે ના પોલીસનો! અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઘોડાસર વિસ્તારમાં એક વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘોડાસર વિસ્તારમાં એક વેપારી પોતાના મિત્ર સાથે ઉભો હતો, આ દરમિયાન આઠથી દસ જેટલા લોકો આવ્યા અને લાકડી વડે ઢોરમાર મારવા લાગ્યાં હતા. જેના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયા છે.

અસામાજિક તત્વોએ વેપારીને ઢોર માર માર્યો

વિગતે વાત કરવામાં આવે તો, ઘોડાસર વિસ્તારમાં આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે આ ઘટના બની હતી. અહીં રાત્રે એક વેપારી તેના મિત્રો સાથે ઉભો હતો તેને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ વેપારીને બચાવવા માટે આવેલા તેના મિત્રોને પણ માર મારવામાં આવ્યો હતો. આસપાસના લોકોએ પણ વેપારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં આ લોકો વેપારીને મારતા રહ્યાં હતા. જેથી ઘટનાને ગંભીરતાથી લેતા વટવા GIDC પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં હવે બિહાર જેવી સ્થિતિ થવા લાગી

અસામાજિક તત્વોએ વેપારીને ઢોર માર મારીને અધમૂઓ કરી નાખ્યો હતો. જેથી વેપારીની હાલત અત્યારે ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. આરોપીઓએ રૂપિયાની લેતીદેતી મામલે જીવલેણ હુમલો કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમદાવાદમાં હવે બિહાર જેવી સ્થિતિ થવા લાગી છે. અસામાજિક તત્વોમાં પોલીસે અને કાયદાનો ડર ઓછો થવા લાગ્યો છે. પોલીસ આ મામલે તત્વરે કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે. હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા આ કેસમાં કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button