અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી 15 દિવસમાં 113 કરોડનો ગાંજો ઝડપાયો

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વખત ગાંજો ઝડપાયો હતો. સોમવારે વધુ એક વખત 20 કરોડની કિંમતનો 19.728 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો હતો. છેલ્લા 15 દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી 113 કરોડનો ગાંજો પકડાયો હતો. સોમવારે વિયેટજેટની ફ્લાઈટમાં આવેલા સુરતની એક મહિલા મુસાફર પાસેથી એરટાઈટ પેકેટમાંથી 20 કરોડની કિંમતનોો ગાંજો પકડાયો હતો.

એક અઠવાડિયામાં હવાઈ માર્ગે ગાંજાની હેરફેરનો આ ત્રીજો કેસ છે. જેમાં કુલ 8 લોકોની ધરપકડ કરીને 96 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો હતો. છેલ્લા 15 દિવસમાં 113 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક વીડ્સ-ગાંજો અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. સોમવારે સુરતની મહિલા અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ત્યારે તેની પાસેની ટ્રોલી બેગમાંથી 18 એર ટાઈટ પેકેટ મળ્યા હતા. સ્કેનિંગ દરમિયાન આ જથ્થો ઝડપાયો હતો.

કસ્ટમ અધિકારીના કહેવા પ્રમાણે, એરપોર્ટ પર ચાર નવા અપગ્રેડેડ સ્કેનિંગ મશીનો મુકાયા છે. જેના થકી કોઈ બાતમી ન હોય, મુસાફરની પ્રોફાઈલ યોગ્ય હોય તો પણ સ્કેનિંગમાં શંકાસ્પદ વસ્તુઓ ઝડપાય છે. મોટા ભાગને ગાંજો થાઈલેન્ડથી અમદાવાદ આવે છે. થાઈલેન્ડમાં ગાંજા પર પ્રતિબંધ ન હોવાથી તે અમદાવાદ લાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે 20 એપ્રિલે 17.5 કિલો, 29 એપ્રિલે 37.2 કિલો, 2 મેના રોજ 39.24 કિલો અને 5 મેના રોજ 19.72 કિલો ગાંજો ઝડપાયો હતો

આ પણ વાંચો…અમદાવાદ એરપોર્ટ પરથી 1 વર્ષમાં આટલા કિલો સોનું અને ગાંજો પકડાયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button