અમદાવાદ

અમદાવાદના સેટેલાઈટમાં નાગદોષની વિધિના નામે ત્રણ લાખ રુપિયા પડાવ્યાં

અમદાવાદ: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ભિક્ષા માંગવા આવેલા એક સાધુ રોશનભાઈ ધોબી નામના વ્યક્તિને તમે મહેનત બહુ કરો છો પરંતુ તમારા હાથમા પૈસા રહેતા નથી અને તેના નિવારણ માટે નાગદોષ વિધિ કરાવવી પડશે તેવું કહીને જુદી જુદી ધાર્મિક વિધિનાં નામે 3.01 લાખ રોકડા અને ઘરેણાં પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

નાગદોષની વિધિ કરાવવી પડશે

આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી રોશનભાઈ ધોબીએ જણાવ્યું કે, ’12 જાન્યુઆરી 2025ના દિવસે એક શખ્સ સાધુના વેશમાં તેમના ઘર બાજુ ભિક્ષા માંગવા આવ્યો હતો અને તેના પર દયા ખાઈને તેમને દસ રૂપિયા આપ્યા હતાં.

આપણ વાંચો: બેંક નથી સાંભળી રહી તમારી ફરિયાદ? અહીંયા કરો ફરિયાદ…

ત્યારબાદ શખ્સે પોતાની ઓળખ ભરત પંડીત તરીકેની આપી હતી અને તેમને કહ્યું હતું કે તમે બહુ સારા માણસ છો, બહુ મહેનત કરો છો પરંતુ તમારા હાથમા પૈસા રહેતા નથી. ત્યારબાદ તેણે કહ્યું હતું કે તમને નાગદોષ છે અને તેની વિધી કરાવવી પડશે. આ માટે તેમણે મોબાઈલ નંબર એકબીજાને આપ્યા હતા અને 17 હજાર રૂપિયા UPIથી મોકલ્યા હતા.

અડાલજ પાસે કરાવી વિધિ

ત્યારબાદ ફરિયાદી પર પંડિતનાં ગુરુનાં નામે ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે રાજસ્થાનમા જુની જમીન છે અને જુનો દાગીનો છે તે તમારા નસીબમા છે પહેલા તેની વિધી કરાવવી પડશે.

આ બાબતે 26 જાન્યુઆરી 2025નાં રોજ ફોન આવ્યો હતો અને વિધીનુ મુર્હુત અડાલજ ખાતે આવેલ ત્રીમંદિરના સામેના ખેતરમા છે અને ઘરમા હોય તે બધા સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂ.41 હજાર લઈને વિધી કરાવવા આવવા કહ્યું હતું.

આપણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી એવોર્ડ સેરમની વિવાદ મુદ્દે પીસીબીએ આઇસીસીને ફરિયાદ કરી

આખરે ફરિયાદીને ગઈ શંકા

પરિવાર સોનાનો હાર, સોનાની ચેઇન, સોનાની કાનની બુટ્ટી, બે સોનાના ઓમ આકારના પેન્ડલ, ચાંદીના એક જોડી પગના કડલા, ચાંદીના એક કેડનો કંદોરો, ચાંદીના એક જોડી પગની ઝાંઝરી અને રોકડા 41 હજાર તેમજ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી એક માટલીમા મૂક્યા હતા અને તેમની પાસે રાખી ફરિયાદીને દૂર અગરબતી બળતી હોય ત્યાં દર્શન કરવા જવા કહ્યું હતું. ત્યારબાદ વિધિ પૂર્ણ થઈ ગયું હોય તેમ કહીને માટલી આપી હતી અને તે ફોન કરીને કહે ત્યારે ખોલવા કહ્યું હતું.

બાદમાં તેમણે કેસરની માંગ કરી હતી અને આથી ફરિયાદીને શંકા જતાં માટલી ખોલી ત્યારે ઘરેણાં કે રોકડ ન મળી આવતા સાધુનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઇ સંપર્ક ન થતાં અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button