અમદાવાદ

રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીની વાતો, પણ ગુજરાતમાં ઘરની કિંમતો આસમાને

અમદાવાદ: આજના મોંઘવારીના સમયમાં ઘરનું ઘર કરવું એ લોઢાના ચણા ખાવા સમાન થયું છે. તેમાં પણ ગુજરાતમાં રહેણાંક મકાનોના ભાવ દિન પ્રતિદિન આકાશ આંબી રહ્યા છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA)ના તાજેતરના અહેવાલ મુજબ, 2017-18થી 2024-25 દરમિયાન ઘરોના સરેરાશ ભાવમાં 34% વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે રહેણાંક મકાનોની કિંમતોના વધારા પાછળ કોવિડ પછીની માગ અને બાંધકામ ખર્ચમાં વધારો મુખ્ય કારણ છે. આ અહેવાલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિનું વિશ્લેષણ અને રાજ્યના રિયલ એસ્ટેટ બજારની સ્થિતિને રજૂ કરે છે.

અહેવાલ અનુસાર, 2017-18માં રહેણાક એકમોનો સરેરાશ ભાવ ચોરસ મીટર દીઠ 40,231 રૂપિયા હતો, જે 2023-24માં ભાવ 54187 રૂપિયા સુધી પહોંચી હતી. જે સૌથી વધુ ભાવ હતા. જ્યારે 2024-25માં વધીને 54,139 રૂપિયા થયો. આ વધારો એપાર્ટમેન્ટ, બંગલા અને રો-હાઉસ જેવી વિવિધ રહેણાંક શ્રેણીઓમાં જોવા મળ્યો. ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે જમીનના ભાવ અને બાંધકામ ખર્ચમાં થયેલા વધારાએ આ ભાવ વધારવામાં મોટો ભાગ ભજવ્યો છે.

અમદાવાદમાં રહેણાંક મકાનોની કિંમતોની વાત કરીએ તો, 2017-18માં સરેરાશ 43 લાખ રૂપિયા હતી, જે 2021-22માં ઘટીને 31 લાખ થઈ, પરંતુ 2023-24માં તે 79 લાખની ટોચે પહોંચી. 2024-25માં આ કિંમત 56 લાખ રૂપિયા રહી. નિષ્ણાંતો મત પ્રમાણે જમીન અને બાંધકામ ખર્ચમાં વધારો થયો હોવા છતા ડેવલપર્સ બાંધકામનું ભારણ ગ્રાહકો પર નાખી શક્યા નથી. જેના કારણે નફામાં ઘટાડો થયો છે.

બાંધકામ ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. 2017-18માં ચોરસ મીટર દીઠ 26,677 રૂપિયાનો ખર્ચ 2024-25માં 40,691 રૂપિયા થયો, આ કિંમતો 2023-24માં 41,895 રૂપિયાની હતી જે સૈથી વધુ હતી. અહેવાલમાં જણાવાયું છે કે શહેરીકરણ, રો મટીરીયલના ભાવ અને મજૂરી ખર્ચના કારણે આ વધારો થયો. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્ય જિલ્લાઓમાં ભાવમાં વધઘટ પણ જોવા મળી, જે બજારની પરિપક્વતા અને માગના પ્રતિભાવને દર્શાવે છે.

આ પણ વાંચો…મોંઘા થયા ઘર: ટોપ 7 શહેરમાં મકાનોના ભાવ વધ્યા, વેચાણમાં ઘટાડો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button