અમદાવાદ

રાજુ કરપડાને એક કેસમાં 5 વર્ષની સજા થયેલી, બીજા 2 કેસમાં ગુરૂવારે સુનાવણી હતી એટલે…

અમદાવાદ: રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને તે બાદ ચર્ચાનો દોર શરૂ થયો છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી અને ખાસ કરીને ગોપાલ ઈટાલિયા પર આકરા પ્રહાર કર્યાં છે.

ગોપાલ ઇટાલિયા મામલે તો રાજુ કરપડાએ કહ્યું કે, જ્યાં સુધી આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઈટાલિયા છે ત્યાં સુધી પાર્ટી ઉપર નહીં આવે. આ મામલે હવે ગોપાઈ ઈટાલિયાએ પોતાના પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેમના પર લગાવેલા આક્ષેપો તમામ પાયાવિહોણા છે, રાજુભાઈ ભાજપની સ્ક્રિપ્ટ વાંચી રહ્યાં છે.

આપણ વાચો: રાજુ કરપડાએ AAPના કયા નેતાઓ સામે કર્યા આક્ષેપો? પાર્ટી છોડવા માટે શું આપ્યું કારણ

રાજુભાઈએ તેમના પર થયેલા કેસની વાત કેમ છુપાવી?

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, રાજુભાઈએ એક વાત છુપાવી છે. કે રાજુભાઈને આવું પગલું કેમ ભરવું પડ્યું? કારણ કે તેમના પર ત્રણ કેસો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે એફિડેવિટ કર્યું તેમાં ત્રણ કેસોનો ઉલ્લેખ કર્યો હતો. એક કેસ 326 જાનથી મારી નાખવાના કેસ છે.

ટાંટિયા તોડવાના કેસમાં 2022ની ચૂંટણી પછી તેમને 5 વર્ષની સજા પડી ગઈ હતી અને આ કેસ મુદ્દે તેઓ પાર્ટીમાં હતા અને અમે કહ્યું હતું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી.

આપણ વાચો: બોટાદ કડદા કેસ: 108 દિવસ બાદ રાજુ કરપડા સહિત 7 આગેવાન જેલ મુક્ત, અરવિંદ કેજરીવાલે કહ્યું સત્યની જીત

ગોપાલ ઈટાલિયાએ રાજુ કરપડા મામલે કર્યા મોટા ખુલાસા

વધુમાં કહ્યું કે, રાજુભાઈ પર અન્ય જે બે કેસો હતા તેમાં આજે સુનાવણી થવાની હતી. તેમના બે કેસોમાં આજે સુરેન્દ્રનગર કોર્ટમાં મુદ્દત હતી. કોર્ટમાં આજે ફાઈનલ આર્ગ્યુમેન્ટ થવાની હતી. તે પહેલા રાજુ કરપડાએ પ્રેસ કેમ યોજી? આ મામલે ગોપાલ ઈટાલિયાએ ખુલાસો કર્યાં છે.

ગોપાલ ઇટાલિયાએ આરોપ કરતાં કહ્યું કે, જો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાડ્યા હોત તો કદાચ તેમને કોર્ટમાં કોઈ મોટી સજા થઈ હોત. એટલા માટે થઈને તેમને રાજીનામું આપ્યું છે. આ કેસમાં અન્ય આરોપી પણ સામેલ હોવાનો ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો છે.

ભાજપનો હાથો બનીને ખેડૂતોના નિશાસા લીધાનો આક્ષેપ

ગોપાલ ઈટાલિયાએ આ મુદ્દે ભાજપ પર પણ પ્રહાર કર્યો છે. ભાજપ દ્વારા રાજુ કરપડાને રાજીનામું આપવા અને આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો લગાવવા માટે દબાણ કર્યું હતું. ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, આજે રાજુભાઈને કોર્ટમાં હજાર થવાનું હતું. તો તે કોર્ટમાં હાજરી ના આપી અને પ્રેસ કેમ યોજી? એક રીતે આ કેસમાં ભાજપે મોટો ભાગ ભજવ્યો હોવાનો ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે.

આ પ્રેસ દરમિયાન રાજુભાઈ પાર્ટીમાં રહીને ખૂબ જ સારા કામ કર્યાં છે એટલા માટે હું તેમની આલોચના નથી કરતો પરંતુ ભાજપનો હાથો બનીને ખેડૂતોના નિશાસા લીધા છે. મૂળ વાત એ છે કે, રાજુ કરપડાના રાજીનામા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button