અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતના 31 જિલ્લામાં નોંધાયો વરસાદ, સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગઈ કાલે 23 જૂનથી 24 જૂન સુધીમાં 24 કલાકમાં 31 જિલ્લામાં 170 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં 21.15% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે સુરતમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

વરસાદની પરિસ્થિતી

24 જૂન, 2025ના રોજ રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના બારડોલીમાં 167 મીમી નોંધાયો, જ્યારે પાલસાણામાં 208 મીમી અને સુરત શહેરમાં 346 મીમી વરસાદ થયો, જે રાજ્યનું સૌથી ઊંચું પ્રમાણ છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં નહિવત વરસાદ નોંધાયો. રાજ્યના કુલ 33 જિલ્લાઓમાંથી 31 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સરેરાશ 71.3 મીમી વરસાદ નોંધાયો, જે રાજ્યમાં સૌથી વધુ છે.

દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 308.5 મીમી વરસાદ થયો, જે 20.71% છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 196.1 મીમી વરસાદ નોંધાયો, જે 26.23% છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ 162.94 મીમી વરસાદ થયો. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અનુક્રમે 104.6 મીમી અને 107.08 મીમી વરસાદ નોંધાયો, જે સૌથી ઓછો છે. રાજ્યની સરેરાશ 882 મીમીની સામે 186.51 મીમી વરસાદ થયો, જે 21.15% છે.

હવામાન વિભાગની આગાહી

આ સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદીની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો…ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા સુધી આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button