ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર; ઉત્તર ગુજરાતમાં ધોધમાર, અમદાવાદમાં ઝરમર વરસાદ | મુંબઈ સમાચાર

ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર; ઉત્તર ગુજરાતમાં ધોધમાર, અમદાવાદમાં ઝરમર વરસાદ

અમદાવાદ: થોડા દિવસોના વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચી છે, એક સાથે સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો (Rain in Gujarat) છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, તો કેટલાક વિસ્તારમાં હળવા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં 30મી જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે, ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠ જીલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ છે. ગઈ કાલે રાત્રે 12 વાગ્યા સુધીમાં અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં 4 ઇંચ અને માલપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જુલ્લાના હિંમતનગર તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો જતો. જયારે મધ્ય ગુજરાતના મહીસાગર જીલ્લાના વીરપુર, કડાણા અને લુણાવાડામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. સૌરાષ્ટ્રમાં સાસૌથી વધુ વરસાદ રાજકોટ જીલ્લાના જેતપુરમાં ૦.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે કચ્છ જીલ્લો લગભગ કોરો રહ્યો હતો, જોકે કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા પડ્યા હતાં.

ઉકળાટ બાદ અમદવાદમાં મેઘ મહેર:

અમદવાદ શહેરમાં ગઈ કાલે શનિવારે આખો દિવસ ઉકળાટ બાદ સાંજે વરસાદી ઝાપટા પડ્યા હતાં, જેને કારણે શહેરીજનોએ રહાત અનુભવી હતી. આજે રવિવારે સવારે અમદવાદ શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયેલા છે, શહેરીજનો આજે રજાના દિવસે વરસાદની મજા માણવાની તૈયારી કરી રહ્યા છે.

આજ અને આવતીકાલ માટે વરસાદની આગાહી:

હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આજે 27જુલાઈના રોજ પણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અત્યંતભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કરવામ આવ્યું છે.

આવતી કાલે 28 જુલાઈ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના 21 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે વરસાદનું યલો એલર્ટ જેહેર કરવામાં આવ્યું છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને બોટાદ જીલ્લાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પૂર્યા

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button