અમદાવાદ

ગુજરાતમાં સવારથી 76 તાલુકામાં થઈ મેઘ મહેર, જાણો તમારા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના દરેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારે 5 જુલાઈના સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જ્યારે ગઈકાલે 4 જુલાઈથી 5 જુલાઈ સુધીમાં 201 તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.

સરકારી આંકડા પ્રમાણે સવારે 6 વાગ્યાથી 12 વાગ્ય સુધીમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધવામાં આવ્યો હતો. દ્વારકા જિલ્લામાં 4.45 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લાના કલ્યાપુરમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 3.19 ઈંચ, કપરાડામાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે અન્ય 12 તાલુકામાં 2 ઈંચથી વધું વરસાદ નોંધવામાં આવ્યો હતો. 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 47 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચાલુ ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ સરેરાશ વરસાદ 14.54 ઇંચ સાથે 40.74% ટકા વરસાદ નોંધાય ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં 25.02 ઇંચ વરસાદ સાથે 42.56% સામાન્ય વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 12.44 ઇંચ (42.23%) અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 12.60 ઇંચ (38.78%) વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં 10.23 ઇંચ (36.16%) અને કચ્છમાં 7.59 ઇંચ (38.88%) વરસાદ થયો છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિયઃ 173 તાલુકામાં મેઘમહેર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button