
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેસર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત એક મોન્સૂન ટ્રફ પણ સર્જાયેલું છે. જેના કારણે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વચ્ચે 14 જુલાઈ 6 વાગ્યાથી 15 જુલાઈ 6 વાગ્ય સુધીમાં 27 જિલ્લાના 122 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં 27 જિલ્લાના 122 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નર્મદાના ડેડિયાપાડા અને વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બે ઈંચથી વધુ વરસાદ, તો પંચમહાલના જાંબુઘોડામાં પોણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં 50.80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીમમાં સૌથી વધુ 58.46 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ રહેશે. આજે 15મી જુલાઈ, મંગળવારના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 20મી જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 16મી જુલાઈથી 20મી જુલાઈ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી. બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવતી હતી. તે મધ્યપ્રદેશ સુધી આવી રાજસ્થાન તરફ વળી જવાથી તેની વધું અસર ગુજરાત પર વર્તાય નથી. આ મજબૂત સિસ્ટમને કારણે રાજસ્થાનમાં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે, પણ ગુજરાતમાં તેની વધુ અસર જોવા મળી નથી.
આજથી એટલે કે 15મી જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ખૂબ ઘટાડો થઈ જશે. આજથી ઘણા બધા વિસ્તારોમાં તડકો નીકળવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ તડકો ચોમાસું પાક માટે પણ સારી બાબત છે.
આ પણ વાંચો….અઠવાડિયા પહેલા જ દિવસે રિમઝિમ વરસાદહવામાન વિભાગે ગ્રીન અલર્ટને યલો અલર્ટમાં અપગ્રેડ કરી…