અમદાવાદ

હવામાન વિભાગે ગુજરાતના 28 જિલ્લામાં જાહેર કર્યું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતના 28 જિલ્લાઓમાં અત્યારે ચાર વાગ્યાં સુધીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે.

આપણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની મેહરબાની; 14 જુલાઈ સુધી વરસાદની આગાહી, દક્ષિણમાં યલો એલર્ટ…

આ 28 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, કચ્છ, દેવભૂમી દ્વારકા, બોટાદ, ભાવનગર, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નવસારી, પંચમહાલ, દાહોદ, આણંદ, મહેસાણા, જામનગર, બનાસકાંઠા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગે આજે યલો એલર્ટ જાહેર કર્યું છે.

બાકીના જિલ્લાઓમાં માત્ર છુટાછવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આપણ વાંચો: ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે 158 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલામાં આ 5 તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો

જિલ્લો તાલુકો વરસાદ (મિમી) વરસાદ (ઇંચ)
તાપી કુકરમુંડા 61 2.40 ઇંચ
તાપી નિઝર 52 2.05 ઇંચ
સુરત ઉમરપાડા 40 1.57 ઇંચ
નર્મદા સાગબારા 37 1.46 ઇંચ
જામનગર જામનગર 27 1.10 ઇંચ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં થયેલા વરસાદની વિગતો

ગુજરાતમાં છેલ્લા 24 સુરેન્દ્રનગરના વઢવાણ, દસડા, મીળી, લખતરમાં 20થી 25 મિમી, મોરબીના ટંકારા અને વાંકાનેર 18થી 24 મિમી અને ભરૂચ, નર્મદા, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને વલસાડ સહિતા જિલ્લામાં 10થી 20 મિમી જેટલા મધ્યમ વરસાદ થયો છે.

જ્યારે ડાંગ, નવસારી, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણા, કચ્છ, જૂનાગઢ, અરવલ્લીમાં 1 મિમીથી 10 મિમી વરસાદ અને બાયડ, ચીખલી, ખંભાત, ગાલતેશ્વર, પઢધરીમાં માત્ર એક ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાપીના કુકરમુંડામાં 5.40 ઇંચ વરસાદ થયો હોવાનું હવામાન વિભાગના આંકડા કહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button