અમદાવાદ

ગુજરાતના રાધનપુર સમી હાઇવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત

અમદાવાદ : ગુજરાતના પાટણ જિલ્લામા વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એસ.ટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેમા હિંમતનગરથી માતાના મઢ જતી બસે રીક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રિક્ષામા સવાર પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માત સમીના વચ્છરાજ હોટલ નજીક સર્જાયો હતો.

પોલીસ અને એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી

આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: રાજકોટ સિટી બસ અકસ્માતમા ચારના મૃત્યુ, મૃતકોને 15 લાખ અને ઘાયલોને બે લાખની સહાયની જાહેરાત

અમદાવાદમા બીએમડબલ્યુ કારે અકસ્માત સર્જ્યો હતો

આ ઉપરાંત આજે અમદાવાદમા બોડકદેવ વિસ્તારમાં બીએમડબલ્યુ કારે અકસ્માત સર્જ્યો હતો. જેમા બીએમડબલ્યુએ બિલ્ડિંગમાંથી બહાર નીકળતી કારને ટક્કર મારી હતી. જેના કારણે કાર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમા બે વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ બીએમડબલ્યુ રસ્તાના થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. તેમજ અકસ્માત બાદ બીએમડબલ્યુ કાર સ્થળ પર મૂકી યુવક અને યુવતી ફરાર થઈ ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button