ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિધન બાદ પહેલીવાર દીકરાનો જન્મદિવસ ઉજવાયો

અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું અમદાવાદથી લંડન જતી ફ્લાઈટના અકસ્માતમાં મોત થયા બાદ પહેલીવાર તેમના સ્વર્ગીય પુત્ર પુજિતનો જન્મદિવસ રાજકોટમાં ઉજવાયો હતો. આ નિમિત્તે પુજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને બાલભવનમાં ફ્રી રાઈડ અને ભોજન સહિતના કાર્યક્રમો આયોજિત કરવામા આવ્યા હતા. વિજય રૂપાણીની ગેરહાજરીમાં પ્રથમ વખત થયેલા આયોજનમાં RSSના સર કાર્યવાહ દત્તાત્રેય હોંસબોલેની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમની સાથે રહેલા નેતાઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી માટે આ ખૂબ જ કપરી ઘડી હતી. સ્વર્ગીય દીકરાના જન્મદિવસની ઉજવણી સમયે વિજયભાઈ પહેલીવાર તેમની સાથે ન હતા.
બાળકો સાથે રાઈડમાં હોંસબોલે, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા બેસી ગયા હતા, પરંતુ લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂજિત ચાર વર્ષનો હતો ત્યારે તેનું આકસ્મિક મોત થયું હતું. ત્યારબાદ રૂપાણી પરિવારે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થપના કરી હતી. જેમાં વંચિત બાળકોના શિક્ષણ અને સુવિધાઓને લગતી પ્રવૃત્તિઓને વિશેષ ધ્યાનમાં લેવામાં આવે છે. બાળકોને રમત ગમત સાથે વિવિધ પ્રોજેક્ટ્સ અતર્ગત શૈક્ષણિક સંસાધનોની મદદ કરવામાં આવે છે.
આપણ વાંચો : અમદાવાદના કાલુપુરમાં સાત દુકાનો ધરાશાયી, આસપાસના વિસ્તારમાં ટ્રાફિકજામ



