અમદાવાદ

બોપલમાં MICAના વિદ્યાર્થીના હત્યા કેસમાં આરોપીનાં 10 દિવસનાં રિમાન્ડ મંજૂર

અમદાવાદ: અમદાવાદના બોપલમાં સ્પીડમાં ગાડી ચલાવવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી થયા બાદ એક શખસે એક યુવકની ચાકુ મારીને જાહેરમાં હત્યા (Bopal Road rage and murder case) કરી હતી. મૃતકની ઓળખ MICAના 23 વર્ષીય વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન તરીકે કરવામાં આવી હતી.

પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 13 નવેમ્બરે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરી હતી. આજે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાને અમદાવાદની ગ્રામીણ કોર્ટમાં રજૂ કરવામાં ત્યારે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

આરોપી પંજાબથી પકડાયો

10 નવેમ્બરના રોજ અમદાવાદના બોપલમાં કાર ધીમે ચલાવવા બાબતે ઠપકો આપવાની નજીવી બાબતમાં વિદ્યાર્થીની હત્યા કરી હતી. કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 13 નવેમ્બરનાં રોજ કેસના આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરવામાં આવી હતી, ધરપકડ બાદ અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

આપણ વાંચો: બોલીવૂડના આ હેન્ડસમ એક્ટરની હત્યા કરવા માંગતી હતી Sania Mirza?!

10 દિવસનાં રિમાન્ડ મંજૂર

પોલીસ ગઇકાલે ગુરૂવારનાં રોજ આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટ સમક્ષ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે આરોપીના 10 દિવસનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપી 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધી પોલીસ રિમાન્ડમાં રહેશે.

શું કરવામાં આવી દલીલ

મર્ડર કેસમાં સરકારી વકીલે કોર્ટ સમક્ષ દલીલ રજૂ કરતાં કહ્યું હતું કે ગુનો આચર્યા બાદ આરોપી બે દિવસ સુધી નાસતો ફરતો હતો. આરોપીએ તપાસ દરમિયાન પૂરતો સહકાર આપ્યો નથી અને હત્યામાં ઉપયોગ લેવામાં આવેલા હથિયાર અંગે કોઈ ફોડ પાડતો નથી.

જોકે, આરોપી પોલીસ ખાતાનો અધિકારી હોવાથી કાયદાનો જાણકાર હોવાની પણ દલીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુનો આચર્યાનાં કપાસ સમયનાં કપડાં પણ મળ્યા નથી, જેથી બ્લડ સેમ્પલ મેળવી શકાય. કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પછી વધુ નક્કર માહિતી મળી શકે એવી દલીલ કરવામાં આવ્યા પછી કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button