
અમદાવાદઃ ભારત સરકારના ગૃહ અને શહેરી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટમાં ઇન્ડોર શહેરને સતત ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમ મળ્યો છે. આ યાદીમાં બીજા નંબરે છત્તીસગઢનું અંબિકાપુર અને ત્રીજા સ્થાને કર્ણાટક નું મૈસુર શહેર રહ્યું છે. ગુજરાત માટે ગર્વની વાત એ છે કે અમદાવાદને ‘10 લાખ વસ્તી’ની કેટેગરીમાં ‘Cleanest Big City’ તરીકેનું સન્માન મળ્યું છે. જ્યારે સુરતને આ કેટેગરીમાં ‘’સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ શહેર’’ તરીકેને એવોર્ડ મળ્યો છે.

અમદાવાદને ભારતના સૌથી મોટા સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશના ઈન્દોરને ભારનતા સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે જયપુરને ‘Innovation & Best Practices’ માટે અને ભોપાલને ‘Cleanest Capital/UT City’તરીકે એવોર્ડ આપવામાં આવ્યો છે. દિલ્હીના ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારને ‘Cleanest Small City’ તરીકે જ્યારે ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનને ‘Fastest Mover’શહેરને પસંદ કરવામાં આવ્યું છે.
ભારતમાં સૌથી સ્વચ્છ શહેરોમાં આપણું સુરત બીજા નંબરે આવ્યું છે, જ્યારે પ્રથમ નંબરે મધ્ય પ્રદેશનું ઇન્દોર આવ્યું છે. સુરતને બીજો નંબર મળતા ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ગુજરાતના ત્રણ શહેર અમદાવાદ, સુરત અને ગાંધીનગરને એવોર્ડ મળ્યો છે. જેથી ફરી એકવાર ગુજરાતને ભારતને આગવી ઓળખ પ્રાપ્ત થઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે આ તમામ એવોર્ડ એનાયત કર્યાં હતાં.
1 લાખથી ઓછી વસતિ ધરાવતાં શહેરોમાં આ 3 શહેરો સૌથી સ્વચ્છ
2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં એક લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં મધ્યપ્રદેશના ઈન્દોરનો, ગુજરાતના સુરતનો અને મહારાષ્ટ્રના નવી મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે એક લાખથી ઓછી વસતિ ધરાવતાં શહેરોમાં મહારાષ્ટ્રનું સાસવડ, છત્તીસગઢનું પાટન અને મહારાષ્ટ્રના લોનાવલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના નાદિગામ અને મોહમાદી, પંજાબના નવાંશહેર, દિલબા અને ખરાર જેવા નાના શહેરોએ પણ 1 લાખ વસ્તી કેટેગરીમાં સ્વચ્છ શહેર તરીકે સ્થાન મળ્યું છે.