અમદાવાદ

રેશનિંગ દુકાનદારોની હડતાળ મુદ્દે પ્રહલાદ મોદીનો સરકાર પર તાનાશાહીનો આરોપ, જાણો શું કહ્યું…

અમદાવાદઃ સસ્તા અનાજની દુકાનના સંચાલકો છેલ્લા કેટલાય દિવસથી હડતાળ પર ઉતરેલા છે. આ દુકાનના સંચાલકોને મળતા કમિશનમાં વધારા સહિતની અલગ અલગ 20 માગણીને મુદ્દે કુલ 17 હજાર જેટલા સંચાલકોએ અચોક્કસ મુદતની હડતાળ પર છે. આ હડતાળ સતત ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. અમદાવાદમાં મળેલી બેઠકમાં પુરવઠા વિભાગના સચિવ મોના ખંધાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ અને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

સરકાર પર તાનાશાહી ચલાવવાનો આરોપ

વધારે વિગતે વાત કરવામાં આવે તોત , સરકારના સચિવ બેઠક છોડીને ચાલ્યા જતા પ્રહલાદ મોદી છંછેડાયા હતા. તેમણે સરકાર પર સરકાર પર તાનાશાહી ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત પ્રહલાદ મોદીએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં પરંતુ કોઈ પણ દુકાન ખોલવામાં નહીં આવે તેવું પણ જણાવ્યું હતું. પ્રહલાદ મોદીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે બેઠક કોઈ ચર્ચા માટે નહીં, પરંતુ બીજી બધી બાબતોની ધમકીઓ આપવા માટે બોલાવવામાં આવી હતી.

હડતાળને પગલે અનાજ વિતરણની કામગીરી ઠપ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સસ્તા સસ્તા અનાજના દુકાનદારોની હડતાળને પગલે અનાજ વિતરણની કામગીરી ઠપ થઈ છે. હડતાળના પગલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ સાથે સસ્તા અનાજની દુકાન સાથે સંકળાયેલાં બંને એસોસિયેશનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી, પરંતુ હજુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. ગુજરાતમાં વાજબી ભાવના દુકાનદારોના હિતની ચિંતા કરતાં બે સંગઠન અસ્તિત્વ ધરાવે છે. બંનેએ સાથે મળી સરકાર સામે વર્ષોથી માગણીઓ મૂકી છે, પરંતુ એનું કોઈ નિરાકરણ આવતું નથી તેવું પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું.

સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આ મામલે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. અત્યારે સસ્તા અનાજના દુકાનદારોએ 20 મુદ્દાની માગણીઓ સરકાર સામે રાખી છે. જેમાંથી સરકારે 11 સ્વીકારી છે અને હવે ખાલી અમલ કરવાનો બાકી છે તેવું સરકાર કહે છે. પરંતુ આ અંગે પ સસ્તા અનાજના દુકાનદારોને શંકાઓ છે. તેના કારણે આ હડતાળ હજી પણ યથાવત રહેશે તેવું જાણવા મળ્યું છે.

આપણ વાંચો:  મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ શું કર્યો મોટો નિર્ણય? જાણીને ચોંકી જશો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button