અમદાવાદટોપ ન્યૂઝ

ભુજ અને વડોદરા બાદ અમદાવાદમાં PMનો રોડ શો: તિરંગા અને પુષ્પવર્ષાથી PMનું સ્વાગત; જનસાગર ઉમટ્યો!

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. એરપોર્ટ આઇકોનિક રોડ પર આયોજિત આ રોડ શોમાં અમદાવાદીઓએ ઉત્સાહ અને ઉમળકાભેર વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો દરમિયાન ઉપસ્થિત વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.

એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયો રોડ શો

આ ભવ્ય સ્વાગત યાત્રામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન સી.આર. પાટીલ પણ જોડાયા હતા. એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા આ રોડ શોમાં ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેબ્લો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઊર્જાસભર બનાવ્યું હતું. તિરંગાની થીમ પર કરવામાં આવેલી શાનદાર રોશનીથી એરપોર્ટ આઇકોનિક રોડ ઝળહળી ઊઠ્યો હતો.

તિરંગો લહેરાવીને તથા પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનનું સ્વાગત

રોડ શો દરમિયાન શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડ શોના રૂટ પર બાળકો સહિત શહેરીજનોએ હાથમાં તિરંગો લહેરાવીને તથા પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનનું સ્વાગત-સન્માન કર્યું હતું. ‘સિંદૂર સન્માન યાત્રા’માં અમદાવાદીઓએ તિરંગા સાથે અતૂટ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના પ્રદર્શિત કરી હતી. ભારતીય સેનાના શૌર્યને બિરદાવતા પ્લે કાર્ડ અને બેનરોના લીધે ચારે તરફ દેશભક્તિનું દૃશ્ય સર્જાયું હતું.

કચ્છમાં કર્યો હતો રોડ શો

વડાપ્રધાન મોદીએ આજે સવારે વડોદરામાં રોડ શો અને દાહોદમાં જાહેર સભાને સંબોધ્યા બાદ કચ્છના વડામથક ભુજ પહોંચ્યા હતાં. વડાપ્રધાને ભૂજમાં 53 હજાર કરોડથી વધુના વિકાસ કર્યોની શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. ભુજમાં જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને કચ્છ અને કચ્છ લોકો સાથેની તેમની જૂની યાદો તાજી કરી હતી. વડાપ્રધાન મોદી આજે સાંજે ભુજ એરપોર્ટથી મિરઝાપુર રોડ સુધી રોડ શો કર્યો હતો. રોડ શો બાદ વડાપ્રધાન સભા સ્થળે પહોચ્યાં હતાં, જ્યાં પહેલા તેઓ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભુજ રન વે બનાવવામાં સિંહફાળો આપનાર મહિલાઓએ મળ્યા હતાં અને તેમના આશીર્વાદ લીધા હતાં.

આ પણ વાંચો…દાહોદમાં PM મોદીનું શક્તિ પ્રદર્શન: આત્મનિર્ભર ભારત અને આતંકવાદ સામેની લડત પર ભાર મૂક્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button