
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુર ખાતે સુઝુકી મોટર પ્લાન્ટની મુલાકાત લઈને એક નવા યુગની શરૂઆત કરી છે. તેમણે ગણેશોત્સવના પવિત્ર અવસરે મારુતિ સુઝુકીની બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (બીઈવી) ‘ઈ-વિટારા’ને લીલી ઝંડી બતાવી હતી.
આ પ્રસંગે ભારત અને જાપાનની ગાઢ મિત્રતાને ઉજાગર કરતાં મોદીએ બંને દેશોના સંબંધોને ‘મેડ ફોર ઇચ અધર’નો મેસેજ આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ ઈવી યુનિટનું ઉદ્ઘાટન કરતા કહ્યું મેક ઈન ઈન્ડિયાથી મેક ફોર ધ વર્લ્ડ તરફ પ્રયાણ કરી રહ્યા છે.

મારુતિ હવે ઈવી એક્સપોર્ટ શરુ કરી રહી છે અને ડઝનો કાર વિદેશમાં દોડાવાશે, જેના પર લખ્યું હશે મેક ઈન ઈન્ડિયા. પીએમ મોદીએ આ પ્રોજેક્ટને ભારત-જાપાનની દોસ્તીનો નવો અધ્યાય ગણાવ્યો હતો.
ઈ-વિટારા લોન્ચ અને મોદીનું સંબોધન
વડા પ્રધાન મોદીએ આજે મારુતિ સુઝુકીના ઈવી પ્લાન્ટની મુલાકાત લીધી અને ‘ઈ-વિટારા’ લોન્ચ કરી. આ પ્રસંગે સુઝુકી મોટર કોર્પોરેશનના અધ્યક્ષ તોશીહીરો સુઝુકી પણ હાજર હતા.

આ પ્રસંગે PM મોદીએ જણાવ્યું કે આ ઈલેક્ટ્રિક વાહન સંપૂર્ણપણે ‘મેડ ઇન ઇન્ડિયા’ છે અને મારુતિ સુઝુકી ‘મેક ઇન ઇન્ડિયા’ની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે. તેમણે ઉમેર્યું કે આ ઈવી વિશ્વના અનેક દેશોમાં નિકાસ થશે, જેમાં ‘મેડ ઇન ઇન્ડિયા’નું લેબલ હશે.
સ્વદેશી અને ઈવી ઇકોસિસ્ટમ પર ભાર
ઉલ્લેખનીય છે કે અમેરિકાના તાજેતરના ટેરિફ વધારા બાદ આ PM મોદીની પ્રથમ સભા હતી, જેમાં મોદીએ ‘વોકલ ફોર લોકલ’ અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગની હાકલ કરી હતી. તેમણે સ્વદેશીની વ્યાખ્યા સ્પષ્ટ કરતા કહ્યું કે ઉત્પાદનમાં ભારતીયોનો પરસેવો સામેલ હોય તો તે સ્વદેશી ગણાય.
ઈવી ઉત્પાદન માટે બેટરીનું મહત્વ દર્શાવતા તેમણે જણાવ્યું કે ગુજરાતના આ પ્લાન્ટમાં ત્રણ જાપાની કંપનીઓ મળીને બેટરી સેલનું નિર્માણ કરશે. આ ઉપરાંત, ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે.

હાઇબ્રિડ એમ્બ્યુલન્સ અને ટેકનોલોજી
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ હાઇબ્રિડ એમ્બ્યુલન્સના પ્રોટોટાઇપનું નિરીક્ષણ કર્યું અને તેને પીએમઈ ડ્રાઇવ સ્કીમ સાથે સુસંગત ગણાવ્યું. આશરે 11,000 કરોડ રૂપિયાની આ યોજનામાં ઈ-એમ્બ્યુલન્સ માટે બજેટ ફાળવવામાં આવ્યું છે.
આ હાઇબ્રિડ ઈવી પ્રદૂષણ ઘટાડશે અને જૂના વાહનોને બદલવાની સમસ્યાનો ઉકેલ પૂરો પાડશે. આ પગલુ ભારતની ટેકનોલોજી અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મુખ્યમંત્રીના કાળથી જાપાનથી વિઝિટિંગ કાર્ડ બનાવતા
જાપાનની પ્રશંસા કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ જાપાનથી પોતાનું વિઝિટિંગ કાર્ડ બનાવતા હતા. વીડિયોનું ડબિંગ પણ જાપાનમાં કરવામાં આવતુ હતુ.
મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળને યાદ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શરૂઆતમાં જ્યારે અમારા જાપાની સાથીઓ પ્રવાસ પર આવતા હતા.

ત્યારે હું તેમને સમજવા લાગ્યો હતો. મને સમજાયું કે જાપાની લોકોનો ગુજરાતીઓની જેમ સાંસ્કૃતિક ઇકો-સિસ્ટમને પ્રાથમિકતા આપે છે. તેમને જાપાની ખોરાક ગમે છે. તેવી જ રીતે, ગુજરાતીઓની પોતાની આદતો હોય છે.

જ્યારે તેઓ ગુજરાતમાં હોય છે, ત્યારે તેઓ રેસ્ટોરાનું ભોજન ખાઈ શકે છે, પરંતુ જ્યારે તેઓ બહાર હોય છે, ત્યારે પણ તેઓ ગુજરાતી ભોજન પસંદ કરે છે.
આ પણ વાંચો…અમદાવાદના નિકોલથી પીએમ મોદીએ લોકોને શું કરી હાકલ? સ્વચ્છતા અભિયાનને લઈ કહી આ વાત