PM Modi આવતીકાલે ગુજરાતના પ્રવાસેઃ 5,477 કરોડ રુપિયાના વિકાસલક્ષી પ્રકલ્પોનો કરશે શિલાન્યાસ, લોકાર્પણ...
Top Newsઅમદાવાદ

PM Modi આવતીકાલે ગુજરાતના પ્રવાસેઃ 5,477 કરોડ રુપિયાના વિકાસલક્ષી પ્રકલ્પોનો કરશે શિલાન્યાસ, લોકાર્પણ…

નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ દોઢ કિલોમીટરના કોરિડોરમાં રોડ શો કરશે

ગાંધીનગરઃ પાટનગર સહિત રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવાના છે. આ દરમિયાન પીએમ મોદી કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકોર્પણ કરશે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધીના દોઢ કિલોમીટરના રોડ શો માટે સમગ્ર માર્ગને તિરંગા અને અન્ય બેનરોથી શણગારવામાં આવ્યો છે.

વાહનવ્યવહારના નિયમો માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું
પીએમ મોદીના પ્રવાસ અંગે અમદાવાદમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વાહનવ્યવહારના નિયમો માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટે નિકોલ ખાતે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ બાદ ભાષણ પણ આપવાના છે.

પીએમ મોદી નરોડાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી લગભગ 1.5 કિલોમીટરનો રોડ શો પણ કરશે. આ કાર્યક્રમની તૈયારીઓનું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ પંચાલ સહિત અમદાવાદ શહેર ભાજપના તમામ હોદ્દેદારો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રાજ્યને રેલવે વિવિધ પ્રોજેક્ટ્સની સોગાત આપશે પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન આપણા રાજ્યને રેલવેના રૂપિયા 1400 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સની સોગાત આપશે. રેલવે થકી નાગરિકોને વધુ સારી કનેક્ટિવિટી તો મળશે જ, સાથોસાથ આર્થિક પ્રવૃત્તિઓને વેગ પણ મળશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે, ‘પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદથી રૂપિયા 5,477 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાના છે. વિકાસના આ કામો પ્રગતિની નવઊર્જા અને નવચેતના લઈને આવશે. પીએમ મોદીના માર્ગદર્શનમાં નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે સરકાર પ્રતિબદ્ધ છે’.

આ પણ વાંચો…વડા પ્રધાનના અમદાવાદ કાર્યક્રમ માટે એસટી વિભાગ 25 ઓગસ્ટે 290 બસો દોડાવશે

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button