પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પહોંચ્યા સિવિલ, માતાની શોધખોળ કરી રહ્યો છે આ પુત્ર | મુંબઈ સમાચાર

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પહોંચ્યા સિવિલ, માતાની શોધખોળ કરી રહ્યો છે આ પુત્ર

અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાં છે. આ મૃતદેહની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. ડૉક્ટરો દ્વારા પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેથી મૃતદેહ કોનો છે તેની જાણ થઈ શકે. આ દુર્ઘટનામાં ભોગ બનનાર મુસાફરોના પરિવારજનો પોતાના સ્વજનની ઓળખ કરવા અને મૃતદેહ લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. સૌ કોઈ પોતાના સ્વજનનું મો જોવા માટે રાહ જોઈ રહ્યાં છે. પરંતુ લોકો બળીને ભડથું થયો હોવાથી ઓળખ થઈ શકી નથી.

માતાની શોધખોળ માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો યુવક

આજે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્મોર્ટમ રુમ બહાર મૃતદેહો લેવા મૃતકોના પરિવારજનોએ લાઈન લગાવી છે. ડૉક્ટરો દ્વારા શક્ય હોય તેમનો ઓળખ કરી અને ડીએનએ ટેસ્ટ બાદ સ્વજનોને મૃતદેહ આપવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં હોસ્ટિલ બિલ્ડિંગમાં વિમાન પડતા ભયાનક આગ ફાટી નીકળી હતી. ડૉક્ટર હોસ્ટેલમાં જમવાનું બનાવનાર મહિલાઓ પણ દુર્ઘટનાનો ભોગ બની હતી. જેમાં એક મહિલાનો પુત્ર તેની માતાની શોધખોળ માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.

મને માત્ર જાણવો કે તે જીવે છે કે નહીં?: સ્વજનની રાહ જોયો યુવક

યુવકે પોતાની માતા અને બે વર્ષની દીકરી આ દુર્ઘટનામાં ગુમાવી દીધી છે. યુવકનું કહેવું છે કે, મને માત્ર જાણવો કે તે જીવે છે કે નહીં? છેલ્લા 20 કલાકથી તે પોતાની માતા અને પુત્રીને શોધી રહ્યો છે. તેના માતા અને દીકરી જીવે છે કે, તેની પણ કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. અત્યારે આંખમાં દુઃખના આંસુ સાથે પોતાની માતા અને દીકરી મળી જાય તેની રાહ જોઈ રહ્યો છે. આ તો ખરેખર કેવું મોત છે? સ્વજનો તેમના મોઢા પણ જોઈ શકે તેમ નથી.

મૃતદેહને તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવશે

આ દુર્ઘટના મામલે અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. પરંતુ મૃતકોના પરિવારજનો પોતાના સ્વજનના મૃતદેહ માટે રાહ જોઈ રહ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો…ગુજરાતના વિકાસના શિલ્પી વિજય રૂપાણીના કાર્યકાળમાં આ વિકાસકાર્યો થયેલા, વાંચો અહેવાલ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button