અમદાવાદ વિમાન દુર્ઘટનાનું કારણ બનેલી ‘ફ્યુલ સ્વીચ’ કેવી રીતે કામ કરે છે?

અમદાવાદ: મેઘાણીનગર ખાતે થયેલ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વિમાન ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી ઇંધણનો પુરવઠો પહોંચવાનો બંધ થઈ ગયો હતો. બંને એન્જિનની ફ્યુલ સ્વીચો ‘કટઓફ’ સ્થિતિમાં પહોંચી ગઈ હતી, જેથી આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વિમાનમાં આ ફ્યુલ સ્વીચનું કેટલું મહત્ત્વ છે? આવો જાણીએ.
વિમાનમાં ફ્યુલ સ્વીચ શું કામ કરે છે?
વિમાનમાં આવેલી નાની ફ્યુલ સ્વીચ બહું મહત્ત્વની છે. તે એન્જિનમાં ફ્યુલ સ્પલાયને કંટ્રોલ કરે છે. બોઇંગ 787માં ફ્યુલ સ્વીચ કોકપીટમાં થ્રસ્ટ લીવરની નીચે આવેલી હોય છે. વિમાનને ટેકઓફ કરતી વખતે એન્જિન ચાલુ અથવા બંધ કરવાની અથવા કટોકટીની સ્થિતિમાં હવામાં એન્જિનને મેન્યુઅલી બંધ અને ચાલુ કરવાની સુવિધા આપે છે. ફ્યુલ સ્વીચ સ્પ્રિંગ-લોડેડ હોય છે. મોડ બદલવા માટે તેને ખેંચીને ઉપર તરફ ખસેડવી પડે છે. ફ્યુલ સપ્લાયને આગળ વધારવા અથવા રોકવા માટે ફ્યુલ સ્વીચને ‘રન’ અથવા ‘કટઓફ’ની જરૂર પડે છે.
આ પણ વાંચો: …તો ફ્યુલ સ્વિચ બંધ કોણે કરી? અમદાવાદ એરક્રેશનો પ્રાથમિક અહેવાલ કોઈ ગૂઢ રહસ્ય તરફ ઈશારો કરે છે
ઉડ્ડયન નિષ્ણાતોના મતાનુસાર ફ્યુલ સ્વીચોને અચાનક સરળતાથી ચાલુ કે બંધ કરી શકાતી નથી. કોઈ પણ સમજદાર પાઇલટ ફ્લાઇટ દરમિયાન ક્યારેય આ સ્વીચો બંધ કરશે નહીં, કારણ કે તે જાણે છે કે તેની તાત્કાલિક અસર થાય છે. અન્ય એક નિષ્ણાતે જણાવ્યું કે, ફ્યુલ સ્વીચો સ્વતંત્ર રીતે વાયર્ડ હોય છે અને વીજળી સાથે જોડાયેલા છે. તેથી, કોઈપણ મિકેનિકલ ખામી વિના આકસ્મિક રીતે ફ્યુલ સ્વિચ બંધ થવાની શક્યતા બહું ઓછી છે.
‘કટઓફ’ થઈ હતી એઆઈ 717ની ફ્યુલ સ્વીચ
અમદાવાદ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયેલા એઆઈ 717ના કોકપીટ વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ થયેલી પાયલટની વાતચીતથી જાણવા મળ્યું હતું કે, ટેકઓફથી થોડી સેકંડ બાદ બંને ફ્યુલ સ્વિચો ‘કટઓફ’ થઈ ગઈ હતી. ત્યારબાદ પાયલટે તેને ‘રન’ કરી હતી. પરંતુ એન્જિન સક્રિય થયું ન હતું. જેથી તાત્કાલિક અસરના ભાગરૂપે વિમાનના એન્જિનની શક્તિ ઓછી થવા લાગી હતી અને વિમાન ક્રેશ થયું હતું.