મફત પિઝા માટે તૂટી પડ્યા અમદાવાદીઓ, જુઓ વાયરલ વીડિયો...
અમદાવાદ

મફત પિઝા માટે તૂટી પડ્યા અમદાવાદીઓ, જુઓ વાયરલ વીડિયો…

અમદાવાદ: સામાન્ય રીતે શહેરમાં રવિવારના દિવસે અલગ ઉત્સાહથી ભરેલો હોય. આજે રવિવારે અમદાવાદના પ્રહલાદનગરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી, જ્યાં પિઝાના એક નવા આઉટલેટના ઉદ્ઘાટન વખતે મફત પિઝાની જાહેરાતે બાદ લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

આ જાહેરાત પછી દુકાનો પર કીડિયારાની જેમ લોકોની ભીડ ઉમટી પડી હતી. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક લોકોમાં મફત પિઝા મેળવવાની લાલચ જોવા મળી હતી. આ બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ અનેક સવાલો પણ કર્યા હતા.

વાત જાણે એમ છે કે પ્રહલાદનગરમાં એક નવો પિઝાનો આઉટલેટ ખોલ્યો હતો અને તેના પ્રમોશન માટે માલિકે બપોરના બાર વાગ્યા 2 વાગ્યા સુધી મફત પિઝા આપવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ 1500 પિઝા આપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ લોકોની ભીડ એટલી બધી હતી કે આ ટાર્ગેટ એક જ કલાકમાં પૂરો થઈ ગયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો આ ઓફરનો લાભ લેવા ઉમટી પડ્યા, અને દરેક વ્યક્તિને એક પિઝા બોક્સ આપવામાં આવ્યું.

આ બનાવ અંગે લોકોમાં રોમાંચક બનાવવામાં સોશિયલ મીડિયાની રીલ બનાવી હતી. આઉટલેટના ઉદ્ઘાટન અને મફત પિઝાની ઓફરની જાહેરાત કરતી એક રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેના કારણે લોકો દૂર-દૂરથી આવી પહોંચ્યા. આ રીલે લોકોની ઉત્સુકતા વધારી, અને રવિવારની રજાનો દિવસ હોવાથી લોકો માટે આ એક આકર્ષક તક બની ગઈ. ભીડ એટલી વધી કે પોલીસને પણ સ્થિતિ સંભાળવા માટે હસ્તક્ષેપ કરવો પડ્યો.

આ ઓફર દરમિયાન લોકોને અલગ-અલગ ફ્લેવરના પિઝા આપવામાં આવ્યા, જેના કારણે નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સુધી દરેકનો ઉત્સાહ ચરમસીમાએ હતો. જોકે, ટાર્ગેટ પૂર્ણ થયા બાદ પણ ઘણા લોકો તડકામાં લાઇનમાં ઊભા રહ્યા હતા, કેમકે તેમને એવું હતું કે પિઝા આપવાની મર્યાદા વધી જશે અને તેને ફ્રી પિઝા મળશે. વીડિયો વાયરલ થયા પછી લોકોએ સોશિયલ મીડિયા પર અમદાવાદીઓની મફત ખાવાની બાબત અંગે પણ ટીખળ કરી હતી.

આ પણ વાંચો…અમદાવાદીઓનો પિઝામાંથી રસ ઉડ્યો! 10 મહિનામાં 100 પિઝા આઉટલેટ્સ બંધ થયા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button