અમદાવાદ

કુંભ મેળો-2025ઃ ભાવનગર ઉપરાંત ગુજરાતના ત્રણ સ્ટેશનથી પણ દોડાવાશે વન વે ટ્રેન

અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં જોરશોરથી કુંભ મેળા-2025ની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ રેલવે પણ એટલી જ સજ્જ થઈ રહી છે જેથી દેશભરમાં આવતા શ્રદ્ધાળુઓને અવર-જવરમાં કોઈ અગવડતા ન પડે.

આ માટે રેલવે ઘણી અલગ અલગ ફેરી અને રૂટ્સની જાહેરાત નિયમિતપણે કરે છે. આવી જ એક જાહેરાત કરતા રેલવેએ કુલ છ વન-વે ટ્રેનની જાહેરાત કરી છે. જેમાંથી ભાવનગરથી ચાલનારી 3 ટ્રેન ઉપરાત ઉધના, વલસાડ અને અમદાવાદનો સમાવેશ થાય છે. તો જાણો આ ટ્રેન અને તેના સમયપત્રક વિશે.

આપણ વાંચો: ઉત્તર પ્રદેશને મળ્યો 76મો જીલ્લો, ‘મહા કુંભ મેળા’ ને નવો જિલ્લો જાહેર કરાયો

ટ્રેન નંબર 09009 વલસાડ – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ
ટ્રેન નંબર 09009 વલસાડ – પ્રયાગરાજ સ્પેશિયલ વલસાડથી બુધવાર, 1 જાન્યુઆરી, 2025 ના રોજ 08.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.25 કલાકે પ્રયાગરાજ પહોંચશે.
આ ટ્રેન મુસાફરી દરમિયાન નવસારી, ભેસ્તાન, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, મૈહર, સતના અને માણિકપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

  1. ટ્રેન નંબર 09005 ઉધના – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ
    ટ્રેન નંબર 09005 ઉધના – પ્રયાગરાજ સ્પેશિયલ ઉધનાથી મંગળવાર 31 ડિસેમ્બર, 2024 ના રોજ 06.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે પ્રયાગરાજ પહોંચશે.
    આ ટ્રેન મુસાફરી દરમિયાન ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ઉરઈ, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
  2. ટ્રેન નંબર 09489 સાબરમતી – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ
    ટ્રેન નંબર 09489 સાબરમતી – પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન ગુરુવાર 2 જાન્યુઆરી, 2025ના રોજ સાબરમતીથી 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.
    આ ટ્રેન મુસાફરી દરમિયાન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button