માત્ર ફિલ્મોની ક્વોલિટી નહીં થિયેટરમાલિકોને AMCની આ નીતિ પણ નડી રહી છે, સીએમને કરશે રજૂઆત

અમદાવાદ: ઘણા સમયથી સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ની રાહ જોવામાં આવી રહી હતી અને હવે તે રિલીઝ પણ થઈ ગઈ છે. જો કે તેમ છતાં અમદાવાદના મલ્ટિપ્લેક્સને કોઇ ખાસ ફાયદો થયો નથી, ઊલટાનું તેમના આ વ્યવસાયમાં 25% થી વધુ ઘટાડો થયો છે. અને તેનું કારણ ફિલ્મ નહિ પણ AMCનાં નિયમો છે. ફિલ્મની ક્વોલિટી મલ્ટિપ્લેક્સનાં વ્યવસાયને અસર કરનારી તો છે જ પણ શહેરનાં થિયેટર સંચાલકો સામે એક નવી મુશ્કેલી છે અને તે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની પ્રતિબંધિત જાહેરાત નીતિ.
AMC એડવર્ટાઈઝમેન્ટ પોલિસીનાં નવા નિયમો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની એડવર્ટાઈઝમેન્ટ પોલિસીનાં નવા નિયમો અનુસાર સિનેમા હોલને નવી રિલીઝ થનારી ફિલ્મના પ્રમોશનનાં બેનર તેમના પોતાના પરિસરમાં પણ લગાડવા પર પ્રતિબંધ છે. હવે આ મામલે છૂટછાટ મેળવવા શહેરનાં મલ્ટીપ્લેક્સ માલિકોએ લડાઈ શરૂ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથેની ચર્ચામાં નિષ્ફળ ગયા બાદ હવે તેઓએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ અંગે અપીલ કરી છે. થિયેટર સંચાલકોએ અમદાવાદ આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસીમાં ફેરફારની માંગ કરી હતી.
આ પણ વાંચો: Ahmedabad માં ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 34 વાહનોમાં આગ લાગતા બળીને ખાખ, તપાસ શરૂ
લોકો સુધી પહોંચી જ નહિ શકીએ
આ અંગે થિયેટર સંચાલકોએ જણાવ્યું હતું કે પહેલા આ અંગે નિયમો સરળ હતા, જો કોઇ હોર્ડીંગ ભાડે લે છે ત્યારે તેને નોંધણી કરાવીને AMCને ટેક્સ ચૂકવવો પડતો હતો, પરંતુ બિલ્ડિંગ માલિકોને કોઈપણ ચાર્જ વિના તેમના પરિસરમાં આ બાબતે કોઇ મંજૂરીની જરુર નહોતી. જ્યારે હવે, સુધારેલી નીતિ સેલ્ફ-એડવર્ટાઈઝ પર પણ ભારે ટેક્સ વસૂલવામાં આવે છે. મલ્ટિપ્લેક્સમાં એકસાથે ઘણી વધારે ફિલ્મો રજૂ થતી હોય આથી તેની માહિતી લોકો સુધી પહોંચાડવા હોર્ડિંગ્સ પર આધાર રહે છે.
આ પણ વાંચો: Bullet Train : મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું 60 ટકા કામ પૂર્ણ, જાણો ક્યારે થશે ટ્રાયલ રન ?
આવકમાં 25% થી વધુનો ઘટાડો
આ સાથે જ સિનેમા માલિકોએ કહ્યું કે તેઓ હાલ મિલકત વેરો, પાણી વેરો સહિતનાં અનેક વેરાઓ ભરે છે પરંતુ નવા નિયમોથી તો તેઓ આટઆટલા વેરાઓ ભરવા છતાં તેમને કોઇ પોતાની જ માલિકીની ઇમારત પર પોતાની બ્રાન્ડની જાહેરાત કરવાની મંજૂરી નથી. આ અંગે AMCનાં અધિકારીઓને આ નીતિ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે, કારણ કે આ નિયમોની થિયેટર વ્યવસાય પર વિઘાતક અસરો પડી શકે છે. આ પ્રતિબંધોને કારણે આવકમાં 25% થી વધુનો ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.