ગુજરાતમાં NCP અજિત પવાર જૂથ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે લડશે, 11 સભ્યોની બનાવી કમિટી
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓને ચૂંટણી કાર્યમાં લાગી જવા હાંકલ કરી છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં NCP અજિત પવાર જૂથ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે લડશે.
આપણ વાંચો: અજિત પવાર આ બાબતે કાકા શરદ પવાર પર ભારે પડ્યા, NCP પર દાવો મજબુત કર્યો
ઘાટલોડિયા વોર્ડ નંબર ૭ નાં ઉમેદવાર તરીકે વિજય યાદવ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સ્ટુડન્ટ વિંગ ના મહામંત્રી ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આ ઉપરાંત ૧૧ લોકોની કમિટી બનવામાં આવી છે.
NCP કમિટી નામો
નિકુલ સિંહ તોમર પ્રદેશ અધ્યક્ષ
હેમાંગ શાહ, પ્રદેશ મહામંત્રી
નરેશ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ
ચિંતન દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખ
જીગ્નેશ જોષી, રાષ્ટ્રીય યુવા મહામંત્રી
જયેશ પંચાલ, પ્રદેશ પ્રમુખ યુવા મોરચા
રાજેશ ત્રિવેદી, અમદાવાદ શહેર પ્રમુખ
ઇલયાસ મલિક,લઘુમતી સેલ,પ્રદેશ પ્રમુખ,
દેવેન નાયક, લેબર સેલ, પ્રમુખ,ગુજરાત
દિનેશ મિશ્રા,પ્રદેશ આગેવાન
દિપ્તીબેન યાદવ, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ
કૉંગ્રેસે પણ મીટિંગનો શરૂ કર્યો ધમધમાટ
આ પહેલા આજે રાજીવ ગાંધી ભવન ખાતે પોલિટિકલ અફેર્સ કમિટી ની અગત્યની બેઠકમાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા તથા સહપ્રભારીઓ તેમજ સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી ચૂંટણી તેમજ સંગઠન બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આપણ વાંચો: ખરાબ છબી ધરાવતા લોકોનું NCPમાં કોઈ સ્થાન નથી: અજિત પવાર
ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, કૉંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે અને લોકોનું સમર્થન પણ મળશે. જ્યારે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું, રાજ્ય સ્તરે કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન અંગે ચર્ચા કરી નથી.
ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. 66 નગરપાલિકાની 2178 બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. તેમજ ઉમેદવારો 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.