નવરાત્રિના 9 દિવસ પોલીસની ખાસ ડ્રાઈવ ચાલશે, કાળા કાચ કે નંબર વગરની ગાડી પર લાગશે લોક | મુંબઈ સમાચાર
અમદાવાદ

નવરાત્રિના 9 દિવસ પોલીસની ખાસ ડ્રાઈવ ચાલશે, કાળા કાચ કે નંબર વગરની ગાડી પર લાગશે લોક

અમદાવાદઃ ગુજરાતમાં લોકો ગરબા પાછળ ઘેલા છે. દૂર દૂર લોકો ગરબા રમવા માટે આવતા હોય છે. ખાસ કરીને અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે આવતા હાય છે. કારણ કે, અનેક જગ્યાએ ગરબાનું આયોજન કરવાનાં આવે છે. અમવાદાવાદમાં દર અનેક જગ્યાએ મોટા ગરબાનું આયોજન કરવામાં આવે છે તેવી રિપોર્ટ્સ કહે છે. ગરબા આયોજકો દ્વારા લોકોને સુવિધા માટે સુવિધા પણ આપવામાં આવે છે. પરંતુ જો તમે ગરબા રમવા માટે જઈ રહ્યા છો અને તમારી ગાડીમાં કાળા કાચ છે અથવા તો ગાડીને નંબર પ્લેટ નથી તો તમારી ગાડીને લોક લાગી જશે.

નવરાત્રિ દરમિયાન અમદવાદ પોલીસ ખાસ ડ્રાઈવ ચલાવશે

ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે ગુજરાતમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વાળી ગાડીઓ સામે કડક પગલા લેવા માટે કહેવામાં આવ્યું છે. જેથી અમદાવાદ પોલીસ છેલ્લા કેટલાક દિવસથી આ ડ્રાઈવ ચલાવી રહી છે, અત્યારે સુધીમાં અનેક વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. હવે અમદાવાદ પોલીસ ગરબા સ્થળે પર આ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. નવરાત્રિમાં પોલીસ બ્લેક ફિલ્મવાળી કારને પાર્કિંગ પ્લોટમાં લોક મારી કાર્યવાહી કરશે.

મહિલા સુરક્ષા માટે પોલીસનું ખાસ આયોજન

આ સાથે સાથે નવરાત્રિ દરમિયાન સુરક્ષા જળવાઈ રહે તે માટે પણ પોલીસે ખાસ આયોજન કર્યું છે. ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આગામી તહેવારોને લઈને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. જેથી જ્યા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હશે ત્યાં પોલીસની હાજરી ફરજિયાત રહશે. સાથે ગરબાની જગ્યાએ સીસીટીવી કેમેરા, ફાયરસેફ્ટી અંગે ધ્યાન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ દરમિયા પોલીસ કર્મચારીઓ બોડીવોર્ન કેમેરા સાથે ફરજ પર રહેશે. એટલું જ નહીં પરંતુ સી ટીમ ટ્રેડિશન પહેરવેશમાં ગરબા રમીને મહિલા સુરક્ષાનું ખાસ ધ્યાન રાખશે.

શહેરના દરેક રસ્તા પર પોલીસ તૈનાત રહેશે

પોલીસના જણાવ્યાં પ્રમાણે શહેરમાં આ નવ દિવસ દરમિયાન ખાસ ડ્રાઈવ ચાલવાની છે. શહેરના દરેક રસ્તા પર પોલીસ તૈનાત રહેશે અને આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરશે. જો કે, કોઈ વ્યક્તિ પોલીસથી બચીને ગરબા સ્થળે પહોંચી જાય છે, તો પોલીસ ગરબાના પાર્કિટમાં પણ તપાસ કરશે અને જે પણ ગાડી નંબર વગરની હશે અથવા તો કાળા કાચ વાળી હશે તેને લોક મારી દેશે. બાદમાં જે તે વ્યક્તિએ દંડ ભરીને લોક ખોલાવવું પડશે. મહત્વની વાત એ છે કે જ કોઈ કાયદાનો ભંગ કરવાનું વિચારતા હોય તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

આપણ વાંચો:  માત્ર બે પાણીપુરી ઓછી આપતાં મહિલાએ હાઈવે પર ધમાલ મચાવી, પોલીસને બોલાવવી પડી…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button