ગુજરાતમાં 6000 કરોડના BZ Scam ના હિસાબ રાખનાર નરેશની ધરપકડ…
અમદાવાદ: ગુજરાતમાં 6000 કરોડમાં બીઝેડ ગ્રૂપ(BZ Scam)કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમને વધુ એક સફળતા મળી છે. જેમાં મળતી માહિતી મુજબ મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને સીઆઈડીએ ઝડપી પાડ્યો છે. જેની પાસેથી કૌભાંડમાં થયેલા હિસાબોના ગોટાળાનો વધુ ખુલાસો થવાની શક્યતા છે. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ડિજિટલ ગુજરાત: રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે સ્માર્ટ હોમ્સ…
એજન્ટોને માર્કેટિંગ ચેઇન મુજબ કમિશન મળતું
બીઝેડ ફાઇનાન્સની વેબસાઇટ મુજબ બીઝેડમાં 11,232 રોકાણકારો છે, જેઓએ 422.96 કરોડનું રોકાણ કર્યું છે. તે રોકાણકારોને મહિને ત્રણ ટકા વ્યાજની લાલચ આપતો હતો. આરોપીએ કરેલા રોકડ વ્યવહારોની તપાસ જરૂરી છે. બીઝેડના એજન્ટોને માર્કેટિંગ ચેઇન મુજબ 1 ટકા, 0.50 ટકા, 0.25 ટકા, 0.10 ટકા મુજબ અનુક્રમે કમિશન મળતું હતું. આ કેસમાં કેટલા એજન્ટ છે અને તેમની વિરુદ્ધ પુરાવા મેળવવા તપાસ કરવાની બાકી છે.
11,232 રોકાણકારો પૈકી 1286 રોકાણકારોની એન્ટ્રી મળી નથી
આરોપીના લેપટોપ ટેલીમાં હિસાબો રહેતા હતા, તે કબ્જે કરવાનું અને હિસાબોનો તાળો મેળવવાનો બાકી છે. આરોપીએ 300 અને 100 રૂપિયાનાં સ્ટેમ્પનું ફ્રેંકિંગ મોડાસા નાગરિક સહકારી બેંક અને સર્વોદય નાગરિક બેંકમાં કરાવી, કુલ 12,518 સ્ટેમ્પ ખરીધા હતા. વેબસાઈટમાં મળેલા 11,232 રોકાણકારો પૈકી 1286 રોકાણકારોની એન્ટ્રી મળી નથી. આરોપી એક રોકાણકાર પાસેથી વધુમાં વધુ 6 કરોડનું રોકાણ લેતો હતો. તેને 4 કરોડથી 25 લાખના 230 લોકો પાસેથી રોકાણ મેળવ્યા છે.
ફોર્મ ભરાવતા તે ભૂપેન્દ્ર ઝાલા પોતાની ઓફિસમાં રાખતા
આરોપીએ 40 સ્માર્ટ ફોન હિંમતનગરથી ખરીદ્યા હતા હવે ફોન તે એજન્ટોને આપ્યા કે કેમ તે જાણવાનું છે. આરોપીએ અન્ય કોઈ મિલકત ખરીદી છે? જેનું રોકાણ લેતા તેના ફોર્મ ભરાવતા તે ભૂપેન્દ્ર ઝાલા પોતાની ઓફિસમાં રાખતા તે કબ્જે કરવાના છે. વેબસાઈટમાં રોકાણકારોના ડેટા મુજબ રોકાણના 422.96 કરોડથી રોકાણકારોને 172.59 કરોડ ચૂકવવાના બાકી છે. અત્યાર સુધીમાં 600 કરોડના રોકાણ અંગે જાણવા મળ્યું છે. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ ભૂપેન્દ્ર ઝાલાના 3 દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો : Stock Market : શેરબજારમાં હજુ પણ અમદાવાદ અને મુંબઈનો દબદબો યથાવત, જાણો વિગતે…
સીઆઈડી ટીમ દ્વારા દુકાન માલિકનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું
સીઆઈડી ક્રાઈમની તપાસમાં 62 શિક્ષકો પણ મહાઠગની માયાજાળમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. શિક્ષકો બધા પાસે રોકાણ કરાવતાં હોવાની વાત સામે આવી છે. ઉપરાંત સીઆઈડી ટીમ દ્વારા દુકાન માલિકનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું છે. દુકાનમાં કોની અવર જવર હતી. કેટલા વાગે દુકાન ખુલતી અને બંધ થતી તેની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. પ્રાંતિજમાં બીઝેડ ગ્રુપની જે જગ્યાએ ઓફિસ આવેલી છે તેની આસપાસની દુકાનોના માલિકના પણ નિવેદન લેવામાં આવ્યા હતા