કાર્ગો પેન્ટમાં છૂપાવીને લાવ્યો હતો મોબાઈલ-ઘડિયાળ અને કેસર: અમદાવાદ એરપોર્ટ પર મુંબઈનો યાત્રી ઝડપાયો
કસ્ટમ વિભાગે 24 લાખનો માલ જપ્ત કર્યો

અમદાવાદ: વિદેશમાં જઈને આવતા લોકો પરત ફરતી વખતે અનેક વસ્તુઓ પોતાની સાથે લાવવાનું વિચારે છે. પરંતુ વિદેશથી લાવવામાં આવતા માલ પર કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે. આ કસ્ટમ ડ્યુટીથી બચવા માટે લોકો અવનવી યુક્તિઓ અજમાવતા હોય છે. આજે અમદાવાદ એરપોર્ટે પર કસ્ટમ ડ્યટી ચોરી કરવામાં નિષ્ફળ ગયેલો એક યુવક ઝડપાયો છે.
કાર્ગો પેન્ટમાં છૂપાવીને લાવ્યો હતો અનેક વસ્તુઓ
કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, ઇતિહાદ એરવેઝની EY- 246 નંબરની અબુધાબીથી અમદાવાદ સવારે 4:15 કલાકે આવતી ફ્લાઇટમાં એક યાત્રી આવ્યો હતો. તેણે કાર્ગો પેન્ટ પહેર્યું હતું. ફ્લાઇટની ચકાસણી દરમિયાન કસ્ટમ વિભાગના અધિકારીઓને તેના હાવભાવ પર શંકા ગઈ હતી.
કસ્ટમ વિભાગે 24 લાખનો માલ કર્યો જપ્ત
કસ્ટમ વિભાગના અધિકારીઓએ શંકાસ્પદ યાત્રીની તપાસ હાથ ધરી હતી. યાત્રી કાર્ગો પેન્ટના અનેક ખિસ્સાઓમાં કેટલીક વસ્તુઓ સંતાડેલી હતી. યાત્રી અબુધાબીથી 15 નંગ 16 પ્રો આઇફોન, 4 નંગ એપલની ઘડિયાળ અને 9.500 કિલો કેસર લાવ્યો હતો. આ માલની અંદાજીત કિંમત 24 લાખ છે. કસ્ટમ વિભાગે તેનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે યાત્રી પર કસ્મટ ડયુટી તથા પેનલ્ટી વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે.
આપણ વાંચો: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
કસ્ટમ ડ્યુટીથી બચવા અજમાવી યુક્તિ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલો યાત્રી મૂળ મુંબઈનો વતની છે. વિદેશથી આયાત કરવામાં આવતી વસ્તુઓ પર ભરવામાં આવતી 35 ટકા કસ્ટમ ડયુટીથી બચવા માટે યાત્રીએ આ યુક્તિ અજમાવી હતી.