અમદાવાદટોપ ન્યૂઝ

Bullet Train : મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું 60 ટકા કામ પૂર્ણ, જાણો ક્યારે થશે ટ્રાયલ રન ?

અમદાવાદ: મુંબઇ અને અમદાવાદ વચ્ચે શરૂ થનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું(Bullet Train)કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ તેનું 60 ટકા જેટલું કાર્ય પૂર્ણ થયું છે. જોકે, પ્રોજકટની કામગીરીમાં વિલંબના લીધે તેનો ટ્રાયલ રન વર્ષ 2026માં શકય લાગતો નથી. તેની માટે રાહ જોવી પડશે.

બુલેટ ટ્રેનનો પ્રથમ કોમર્શિયલ ટ્રાયલ રન વર્ષ 2028માં થાય તેવી શકયતા છે. આ પ્રોજેક્ટના કુલ ટ્રેકની લંબાઇ 508 કિલોમીટર છે. જેમાંથી 283કિલો મીટરના વાયડકટનું કામ પૂર્ણ થયું છે. જ્યારે 312 કિલોમીટરના ગર્ડર કાસ્ટિંગ અને 394 કિલોમીટરના પિયરનું કામ પૂર્ણ થયું છે. તેમજ 14 નદી પુલ બનાવવામાં આવ્યા છે. જ્યારે 6 સ્ટીલ પુલ અને 5 PSC પુલ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gujarat Weather: ગરમીમાં વરસાદની આગાહીથી ધરતીપુત્રો બન્યા ચિંતિત, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ

6 સ્ટેશનોનું માળખાકીય કાર્ય પૂર્ણ થયું

તેમજ 6 સ્ટેશનોનું માળખાકીય કાર્ય પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 12 સ્ટેશન છે.ગુજરાતમાં ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 2 કિલોમીટર પાણીની અંદરની ટનલનું કામ પૂર્ણ થયું છે. તેમજ 21 કિલોમીટર ટનલનું કામ ચાલુ છે મહારાષ્ટ્રમાં ત્રણેય એલિવેટેડ સ્ટેશનો પર કામ પ્રગતિમાં છે.

508 કિમી ટ્રેકમાંથી 360 કિમીનું કામ પૂર્ણ

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, 508 કિમીના ટ્રેકમાં અત્યાર સુધીમાં 360 કિમીનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં પુલ, ટનલ અને સ્ટેશનનો સમાવેશ થાય છે. આ માહિતી મુજબ, 70 ટકા સિવિલ કાર્ય પૂર્ણ થઈ ગયું છે પરંતુ અન્ય કામો હજુ પણ પાછળ છે. આવી સ્થિતિમાં પ્રોજેક્ટનું માત્ર 60 ટકા કામ પૂર્ણ થયું છે.

બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 12 સ્ટેશનો અને ત્રણ રાજ્યોમાંથી પસાર થશે

બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 12 સ્ટેશન હશે. આમાં ગુજરાતના 8 સ્ટેશનો, સાબરમતી, અમદાવાદ આણંદ-નડિયાદ, વડોદરા, ભરૂચ, વાપી, બિલીમોરા, સુરત અને મહારાષ્ટ્રના 4 સ્ટેશનો – મુંબઈ, થાણે, વિરાર, બોઇસરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો 348 કિમી ગુજરાતમાં, 4 કિમી દાદરા નગર હવેલીમાં અને 156 કિમી મહારાષ્ટ્રમાં છે.

આ પણ વાંચો: Gujarat હાઈકોર્ટે સગીર દુષ્કર્મ પીડિતાને વધુ વળતર પેટે 12.75 લાખ ચૂકવવા આદેશ કર્યો..

આ પ્રોજેક્ટ વર્ષ 2017 માં શરૂ થયો હતો

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 14 સપ્ટેમ્બર 2017 ના રોજ શરૂ થયો હતો. પ્રારંભિક ખર્ચ રૂપિયા 1.08 લાખ કરોડ અંદાજવામાં આવ્યો હતો. જોકે, આ પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષ વિલંબિત થયો છે જેના કારણે ખર્ચમાં વધારો થવાની ધારણા છે. પ્રોજેક્ટમાં વિલંબ થવાથી ખર્ચ રૂપિયા 1.65 લાખ કરોડ થી વધીને રૂપિયા 2 લાખ કરોડ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button