ગુજરાતમાં ચોમાસાની વિદાય અટકી! બે સિસ્ટમથી રાજ્યના વિવિધ વિસ્તારમાં થશે વરસાદ | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં ચોમાસાની વિદાય અટકી! બે સિસ્ટમથી રાજ્યના વિવિધ વિસ્તારમાં થશે વરસાદ

દેશભરમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. જેના પગલે હવામાન વિભાગે પણ ચોમાસાના વિદાયની પ્રક્રિયા શરૂ થઈ હોવાની આગાહી વ્યક્ત કરી હતી. જ્યારે હવે આ વિદાયની પ્રક્રિયા અટકી ગઈ છે તેવું કહેવું હવામાન વિભાગનું. ઉલ્લેખનીય છે કે, દિલ્હી-એનસીઆરમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનેલી બે હવામાન સિસ્ટમ્સના કારણે આ પ્રક્રિયા અટકી ગઈ છે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાત પર વરસાદનું સંકટ યથાવત્ રહેશે. આ સિસ્ટમની અસર ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, નૈઋત્ય ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થવાની હતી, પરંતુ સમુદ્રી વાતાવરણમાં આવેલા ફેરફારોને કારણે તેમાં વિલંબ થયો છે. ગુજરાતમાં 1થી 7 ઓક્ટોબર સુધી હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. આજે 2 ઓક્ટોબરે ગાંધી જયંતી અને દશેરાના અવસરે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.

સમુદ્રમાં હાલમાં પશ્ચિમ અને પૂર્વમાં બે લો પ્રેશર વિસ્તારો સક્રિય છે. પશ્ચિમી વિસ્તાર કચ્છના અખાત અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં છે, જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને 50 કિમી/કલાકની ઝડપે પવનો સાથે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે. પૂર્વી વિસ્તાર પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં છે, જ્યાં 55-60 કિમી/કલાકના પવનો છે અને તે ટૂંકમાં ડિપ્રેશન બનીને દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્રના કિનારે 3 ઓક્ટોબરે લેન્ડફોલ કરશે. 4 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ થવાથી આગામી 10 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે.

IMDની આગાહી અનુસાર, 1થી 3 ઓક્ટોબર સુધી ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છમાં પણ વરસાદી હળવો વરસાદ પડી શકે છે. વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, કચ્છ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. થન્ડરસ્ટોર્મ અને 30-40 કિમી/કલાકના પવનોની ચેતવણી આપવામાં આવી છે.

જ્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, 4થી 8 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે, જેમાં કેટલીક જગ્યાએ મૂશળધાર વરસાદની શક્યતા છે. તેઓએ 10થી 13 ઓક્ટોબરમાં હવામાનમાં પલટો અને 18થી 27 ઓક્ટોબરમાં વાદળછાયું કે માવઠા જેવું વાતાવરણ બનવાની આગાહી કરી છે. આ તમામ અસરોને કારણે ઓક્ટોબરમાં સરેરાશથી વધુ વરસાદ પડી શકે છે, જે ખેડૂતો માટે ચિંતાનું કારણ બની શકે છે.

આ પણ વાંચો…દશેરામાં વરસાદી વિઘ્ન નહીં…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button