ગુજરાતમાં આજે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે? હવામાન વિભાગે આપી આવી આગાહી | મુંબઈ સમાચાર

ગુજરાતમાં આજે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે? હવામાન વિભાગે આપી આવી આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે વરસાદ રજાઓ પર હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણાં દિવસોથી ગુજરાતમાં એક પણ જગ્યાએ ભારે વરસાદ નોંધાયો નથી. છેલ્લા 10 દિવસથી હવામાન વિભાગ દ્વારા માત્ર હળવા વરસાદની જ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે શુક્રવારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાનો છે.

ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં થશો હળવો વરસાદ

આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં હળવો વરસાદ થવાનો છે. આ સાથે સાથે આણંદ, ડાંગ, તાપી, નવસારી, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, મહીસાગર, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દીવ અને કચ્છમાં હળવો છૂટોછવાયો વરસાદ થયાનો છે.

ગુજરાતમાં સીઝનનો સરેરાશ 63. 78 ટકા વરસાદ વરસ્યો

ગુજરાતમાં આ સીઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 63. 78 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 64.67 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.15 ટકા, પૂર્વ મધ્યમાં 66.20 ટકા, સૌરાષ્ટ્રમાં 55.69 ટકા, દક્ષિણ ગુજરાતમાં 67.67 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં માછીમારોને 9 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી. અમદાવાદ સહિત અનેક શહેરોમાં અત્યારે ગરમીનું પ્રમાણે સતત વધી રહ્યું છે જેના કારણે લોકો ત્રાસી રહ્યાં છે. હવે ફરી મેઘરાજા મહેરબાન થાય તેવી બધા રાહ જોઈ રહ્યાં છે.

આ પણ વાંચો…ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે 199 ના મોત! ઉત્તરાખંડમાં હજી પણ ભારે વરસાદની આગાહી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button