
નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટના વર્ષ 2025ની દુર્ઘટનાઓ પૈકીની સૌથી મોટી દુર્ઘટના બની છે. મૃતકોના પરિવારજનો પળેપળ તેમના પ્રિયજનોની ખોટને અનુભવી રહ્યા છે.
આ વિમાન દુર્ઘટના ક્યા કારણોસર સર્જાઈ હતી? તેને લઈને દેશ-પરદેશની એજન્સીઓ તપાસ કરી રહી છે. ત્યારે હવે અમેરિકાના સીનિયર એટર્ની જનરલ માઈક એન્ડ્યુઝે આ દુર્ઘટનાનું ચોંકાવનારૂં કારણ જણાવ્યું છે.
શોર્ટ સર્કિટના કારણે વિમાન દુર્ઘટના સર્જાઈ
આંતરરાષ્ટ્રીય મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એટર્ની જનરલ માઈક એન્ડ્યુઝે દાવો કર્યો છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટના શોર્ટ સર્કિટના કારણે સર્જાઈ છે.
વિમાનની પોર્ટેબલ વોટર સિસ્ટમમાં લીકેજના કારણે શોર્ટ સર્કિટ થઈ હતી. જેથી વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા. કોઈ પાયલટ કે ક્રૂ મેમ્બરની ભૂલ ન હતી.
માઈક એન્ડ્યુઝે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ એક અરજી કરી છે. જેથી સ્વતંત્ર તપાસ માટે એફડીઆર એટલે કે બ્લેક બોક્સનો ડેટા મેળવી શકાય.
જોકે, માઈક એન્ડ્યુઝની ઉપરોક્ત દલીલ અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા 14 મેના રોજ જાહેર કરવામાં આવેલ એરવર્થિનેસ ડાયરેક્ટિવ પર આધારિત છે. જેમાં બોઈંગ 787 ઉડાવનારા એરલાઈન્સને પાણી લીકેજની આશંકાઓને લઈને ચેતવણી આપવામાં આવી હતી.
એરવર્થિનેસ ડાયરેક્ટિવ અનુસાર, વિમાનમાં વોટર લાઈન કપલિંગમાં પાણીના લીકેજની ઘણી ઘટનાઓ સામે આવી છે. પાણીના લીકેજને કારણે ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં ભેજ આવી શકે છે.
FAAના જણાવ્યાનુસાર વોટર લીકેજના કારણે ઈલેક્ટ્રોનિક ઉપકરણો ભીનાં થઈ શકે છે. જેથી શોર્ટ સર્કિટ થઈ શકે છે. આ નિર્દેશમાં 787-8, 787-9, 787-10 વિમાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે પૈકીનું 787-8 ડ્રીમલાઈનર અમદાવાદ ખાતે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.
આ પણ વાંચો…કવર સ્ટોરી : અમદાવાદ વિમાન દુર્ઘટના: આંચકો,અવાક, આઘાત વે પછી આક્રંદ…