અમદાવાદટોપ ન્યૂઝ

કેબલ ચોરી થયા બાદ જાગ્યું તંત્ર! મેટ્રોના ઓછી હાઈટવાળા વાયડક્ટ પર લાગશે સીસીટીવી

અમદાવાદ: અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro)માં થોડા દિવસ પહેલા થોડા દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી. મોડી રાત્રે ચોરો મેટ્રો સ્ટેશન નજીકથી આશરે 500 મીટર જેટલો કેબલ ચોરી (Copper cable theft) ગયાં હતા. જેના કારણે મેટ્રોનું સંચાલન 7 કલાક સુધી ખોરવાયું હતું. મહત્વની વાત એ છે કે, મેટ્રો સ્ટેશન (Metro station) પર સીસીટીવી લાગેલા છે. પરંતુ ટ્રેક પર કોઈ સીસીટીવી લાગેલા નથી. જેના કારણે આ ચોરીની ઘટના બની હોવાનું અનુમાન છે. ચોરીની ઘટના બાદ હવે મેટ્રોનું તંત્ર જાગ્યું છે, અને સીસીટીવી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઓછી હાઈટવાળા વાયડક્ટ પર અને સ્ટેશનની બન્ને બાજુ સીસીટીવી લાગશે

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujarat Metro Rail Corporation) દ્વારા ઓછી હાઈટવાળા વાયડક્ટ પર અને સ્ટેશનની બન્ને બાજુ સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં પરંતુ જો જરૂર લાગશે તો તંત્ર દ્વારા સુરક્ષા ગાર્ડને પણ ગોઠવવામાં આવશે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, આટલા સમય સુધી તંત્ર ક્યાં હતું? એક બે નહીં પરંતુ 500 મીટર વાયરની ચોરી થઈ છે! જે કોઈ નાની ઘટના નથી. લાખો રૂપિયાની કિંમતનો એ વાયર ચોરો કેવી રીતે ચોરી ગયા? આ મામલે તપાસ થવી જરૂરી છે. કારણે કેબલની ચોરી થઈ છે, તો ચોર ક્યાંકથી તો નીકળ્યાં હશે. તે મામલે તપાસ થવી પણ જરૂરી છે.

મેટ્રોમાં સરેરાશ 57 હજારથી પણ લોકો મુસાફરી કરે છે

મેટ્રોનું કામ હજી પણ ચાલી રહ્યું છે. ગુજરાતમાં મેટ્રો સફળ રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. મેટ્રોમાં મુસાફરી કરવી સસ્તી અને સમયબદ્ધ પણ છે. જેના કારણે લોકો હવે બહોળા પ્રમાણમાં મેટ્રોમાં મુસાફરી કરવા લાગ્યાં છે. અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રોનું સંચાલન પણ શરૂ થઈ ગયું છે. જો કે, આગળના બીજા ફેઝનું કામ હજી ચાલી રહ્યું છે. સચિવાલયથી આગળ મહાત્મા મંદિરનું સુધીની મેટ્રોનું કામ અત્યારે ચાલી રહ્યું છે. મળતી જાણકારી પ્રમાણે આવતી દિવાળી સુધી કે કામ પણ પૂર્ણ થઈ જવાનું છે. અત્યારે મેટ્રોમાં રોજ સરેરાશ 57 હજારથી પણ લોકો મુસાફરી કરે છે, જેના કારણે મેટ્રોને સારી એવી આવક પણ થઈ રહી છે.

આ પણ વાંચો….આ કારણથી ખોરવાઇ અમદાવાદ મેટ્રોની સેવા: તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરાયું સમારકામ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button