અમદાવાદટોપ ન્યૂઝ

આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ, જાણો હવામાન વિભાગે કેવી આગાહી કરી?

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદ આવી રહ્યો છે. મોટા ભાગના જિલ્લાઓને વરસાદે કવર કરી લીધા છે. ચોમાસાની શરૂઆતના દિવસોમાં સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે. અનેક જગ્યાએ તો ભારે વરસાદ નોંધાયો છે. એકબાજુ વરસાદ શરૂ છે તો સામે ફરી પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સોમવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં આજે ભારે વરસાદ આવશે

હવામાન વિભાગે આજે 30મી જૂન 2025 સોમવાર માટે ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, મહિસાગરમાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા વલસાડ, ભરૂચ, સુરત, દાહોદ, નવસારી, દામણ, દાદરા નગર હવેલી, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ અને કચ્છમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી

પોરંબદર, ભાવનગર, મોરબી, પાટણ, પંચમહાલ, જામનગર, રાજકોટ, વડોદરા, તાપી, નવસારી, દ્વારકા, નર્મદ, ડાંગ અને ગીર સોમનાથમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા 15 દિવસથી એટલે કે 16મી જૂનથી રાજ્યમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે વહેલી સવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. તેની સાથે સાથે આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના 160 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો…ગુજરાતમાં અષાઢ જામ્યો: ૧૬૦ તાલુકાઓમાં મેઘમહેર, કડી-વિરમગામમાં 3 ઈંચથી વધુ વરસાદ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button