ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર રીએન્ટ્રી, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો

અમદાવાદ: ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયું છે. રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ ટૂંક સમયમાં શરૂ થશે. હવામાન વિભાગ પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી મોહાલ જોવા મળશે. એટલું જ નહીં પરંતુ આગામી 22મી જુલાઈ સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરાવમાં આવી છે. ફરી એકવાર હવે ગુજરાતમાં વરસાદમાં ધમરોળાશે. આ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 19 જિલ્લામાં વરસાદ નોંધવામાં આવ્યો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 18 જુલાઈ સવારે 6 વાગ્યથી 19 જુલાઈ 6 વાગ્યા સુધીમાં 19 જિલ્લાના 54 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લાના ફતેપુરામાં 1.42 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા, અમીરગઢ અને ધાનેરામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
19 જુલાઈના સવારે 6 વાગ્યથી 12 વાગ્ય સુધીમાં 75 તાલુકામાં વરસાદ નોંધયો છે. આજે સવારથી બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ મેઘ મહેર જોવા મળી રહી છે. દાંતામાં સૌથી વધુ 4.17 ઈંચ વરસાદ નોંધાયો છે. સવારથી શરૂ થયેલા વરસાદથી તાલુકામાં વરસાદી પાણી ભરાય ગયા હતા. લાખાણી અને અમીરગઢ પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પાલનપુરમાં અઢી ઈંચ અને દિશામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારથી વરસાદ મન મુકીને વરસી રહ્યો છે.
19 જુલાઈ 8 વાગ્યા સુધીની માહિતી પ્રમાણે સરદાર સરોવર ડેમમાં કુલ 55.40 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમમાં હાલ 70579 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે ડેમમાંથી 35696 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ હતી. આ ઉપરાંત રાજ્યના 206 ડેમમાં કુલ 59.71 ટકા જળસંગ્રહ નોંધવામાં આવ્યો છે. ગુજરાતના 27 ડેમમાં 100 ટકા ભરાઈ ચૂક્યા છે. જ્યારે 60 ડેમમાં 70થી 100 ટકા વચ્ચે જળસંગ્રહ છે. 37 ડેમમાં 50થી 70 ટકા વચ્ચે, 42 ડેમમાં 25થી 50 વચ્ચે, 40 ડેમમાં 25 ટક નીચેનો જળસંગ્રહ નોંધવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં વરસાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે. પાલનપુર અને ડીસા આસપાસના ગામડાંઓમાં સવારે તોફાની વરસાદ શરૂ થયો હોવાના અહેવાલો મળ્યાં છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. ઉત્તર ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આગાહીના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો…હવામાન વિભાગે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી, ઉત્તર ગુજરાતમાં બેટિંગ શરૂ