પિઝાની ફ્રી ઓફર આપનારા દુકાનદાર પર તવાઈ: AMCએ દુકાન સીલ કરી નોટિસ ફટકારી…

અમદાવાદના પ્રહલાદનગરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે બાદ આની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ મામલે અત્યારે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ફ્રીમાં પિઝાની સ્કીમ શરૂ કરવી દુકાનદારને ભારે પડી ગઈ છે. આ વીડિયો વાયરલ થતા એેએમસીએ એક્શન મોડમાં આવીને કાર્યવાહી હાથ ધરી દીધી હતી.
જાહેર રસ્તા પર ગંદકી ફેલાતા AMCએ સીલ માર્યું
AMCના સોલિડ વેસ્ટ વિભાગે ગઈકાલે લોન્ચ થયેલા પિઝા આઉટલેટ સામે કાર્યવાહી કરી છે. પ્રહલાદનગર વિસ્તારમાં મફત પિઝા આપવાની સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જેને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ વાયરલ થયો હતો. આ સ્કીમના કારણે જાહેર રસ્તા પર ગંદકી ફેરાઈ હતી. આ વાત એએમસીના સોલિડ વેસ્ટ વિભાગને ધ્યાને આવતા ગંદકી કરવા બદલ તે પિઝા આઉટલેટને માત્ર 24 કલાકમાં જ સીલ કરી દીધું છે.
Martino’z Pizza એ ફ્રી પિઝાની જાહેરાત કરી હતી
પ્રહલાદનગરમાં ગઈ કાલે Martino’z Pizzaની નવી બ્રાન્ચનું લોન્ચિંગ હતું. આ દરમિયાન લોકોને આકર્ષિત કરવા માટે ફ્રી પિઝા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પહેલા 1500 પિઝા ફ્રીમાં આપવાના છે તેવી જાહેરાત જોતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. પિઝા તો લોકો ખાઈ ગયાં પરંતુ તેના બાદ રસ્તામાં જે ગંદકી ફેલાઈ હતી તે બાબતે દુકારદારે કોઈ ધ્યાન આપ્યું નહોતું. આ બાબત સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓને ધ્યાને આવતા માર્ગોની સ્વચ્છતા ના જાળવી હોવાથી તાત્કાલિક આઉટલેટને સીલ મારી દીધું છે.
AMC અન્ય એકમો સામે પણ લાલ આંખ કરી
આ એક દુકાનદારના કારણે એએમસીએ બીજી દુકાનો સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. ગંદકીના નિયમો સાથે સાથે ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ કરવા માટે યુનિવર્સિટી રોડ પર આવેલા Martino’z Pizzaના ગુલબાઈ ટેકરા આઉટલેટને પણ સીલ મારી દેવામાં આવ્યું છે. એએમસીએ જણાવ્યું કે, હજી પણ અન્ય એકમોની સઘન તપાસ કરવામાં આવશે અને જો નિયમોનો ભંગ કર્યો તો કાર્યવાહી કરવામાં આવશે.