અમદાવાદ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સપ્તાહમાં જાહેર થવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓ આવતાં સપ્તાહે જાહેર થઇ શકે છે.

આ દરમિયાન સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ આગામી સપ્તાહમાં બુધ કે ગુરુવારના દિવસે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ચૂંટણી જાહેર થઇ શકે છે, જ્યારે 13 કે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 16 ફેબ્રુઆરીના દિવસે પરિણામો આવવાની શક્યતા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. માહિતી પ્રમાણે, પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઈ રહેલી ચૂંટણીઓ આવતા સપ્તાહે જાહેર થઈ શકે છે. બુધવારે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મળ્યા બાદ રાજ્યનું ચૂંટણી પંચ જાહેર કરી શકે છે. આ માટે મતદાન ૧૩ કે ૧૪ ફેબ્રુઆરીએ અને 16 ફેબ્રુઆરીએ મતગણતરી થઈ શકે છે.

આપણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબના સંકેત: ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાવાની શક્યતા

ગુજરાત વિધાનસભાનું સત્ર 19 ફેબ્રુઆરીએ શરુ થવા જઈ રહ્યું છે, તે પહેલા ચૂંટણી આટોપી લેવાય તેવી શક્યતા છે. આ માટેનું જાહેરનામું જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં બહાર પાડવાનું હોવાથી ફોર્મ ભરવાથી માંડીને મતદાન સુધીમાં ઉમેદવારોને પ્રચાર માટે માંડ દસેક દિવસનો સમય મળશે.

આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૨૭ ટકા ઓબીસી અનામતની જોગવાઇ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણીઓ લંબાઇ હતી. તે પછી નવેસરથી સીમાંકન અને રોસ્ટર અમલી કરવાનું હોવાથી મુદત વીત્યા બાદ પણ અઢી વર્ષથી આ ચૂંટણીઓ ટળતા પાલિકાઓમાં વહીવટદાર શાસન બે લદાયું હતું.

આપણ વાંચો: Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોડી યોજાવાની શક્યતા

જોકે, હવે ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત, ૭૮ નગરપાલિકા બેઠક અને જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત કેટલીક પાલિકા અને પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજાશે.

આ અગાઉ બીજી જાન્યુઆરીએ પંચે આ ચૂંટણીઓ હેઠળ જનારી બેઠકોની યાદી બહાર પાડી હતી. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિમણૂક કરાઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button