અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ, આજે શહેર ધમરોળાશે | મુંબઈ સમાચાર
અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ, આજે શહેર ધમરોળાશે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં તો વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. સમગ્ર શહેરમાં વરસાદા વરસી રહ્યો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. જેની અસર અત્યારે સવારથી જ જોવા મળી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં બે ઇંચથી વધુ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં બે ઇંચથી વધુ ખાબક્યો છે. 40 તાલુકામાં એક ઈંચથી વધુ અને 96 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો હોવાના આંકડા પ્રકાશમાં આવ્યાં છે. જેથી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના કુલ 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે 24મીએ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 21 ટકાથી વધુ નોંધાયો છે.

આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે?

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે મહેસાણા, બનાસકાંઠા, પાટણઅને અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જિલ્લાઓ પ્રમાણે વાત કરવામાં આવે તો દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા,અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, તાપી, ડાંગમાં ભારેની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો…નર્મદાના નાંદોદમાં 8 ઈંચથી વધુ વરસાદ, દોઢ દિવસમાં 16 ઈંચ વરસાદથી સુરતની બગડી સૂરત…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button