અમદાવાદ

અમદાવાદની રબારી વસાહતોની રૂ. 332 કરોડની સરકારી જગ્યા માત્ર 83 કરોડમાં આપશે…

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતો જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યા પર ગેરકાયદેસર દબાણો થયા હતા. જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. જેને પગલે વિવાદ સર્જાયો હતો. રબારી સમાજ સરકાર સામે આકરા શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો હતો, જો કે સરકારે તેમને મનાવી લેવા માટે પ્રયાસો કર્યા હતા.

આ પણ વાંચો…ગુજરાતમાં બીજા દિવસે પણ અસામાજિક તત્વોના મકાન પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર…

સમાજના આગેવાનોની બેઠક
રબારી સમાજના આગેવાનો રાજ્ય સરકારમાં પ્રધાન અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, મેયર પ્રતિભા જૈન સહિત કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોને મળ્યા હતા. ભૂતકાળમાં કોર્પોરેશનમાં ઠરાવ કરીને જે રીતે રબારી વસાહત વેચાણ આપવામાં આવી હતી તે મુજબ વેચાણ આપવા માટે રજૂઆત થઈ હતી.

રાજ્ય સરકારે આ પ્રસ્તાવ સ્વિકારી લીધો હતો, શહેરના પૂર્વ વિસ્તારમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગર જૂની તેમજ નવી એમ ચાર જેટલા સ્થળો પર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર વર્ષો પહેલા રબારી વસાહતો બનાવવામાં આવી હતી.

હવે આ રબારી વસાહતોને વેચાણથી આપવાને મંજૂરી આપવામાં આવી હતી. 21 માર્ચ ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં વર્તમાન જંત્રી દર મુજબ 332 કરોડ રૂપિયાથી વધુની કિંમતની જમીન માત્ર 25 ટકા ભાવે એટલે કે રૂ. 83 કરોડમાં જ આપી દેવાનો ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકાર આ અંગેની પોલિસી અથવા તો નિર્ણય કરશે. ત્યારબાદ આ સરકારી રહેણાંક મકાનોની જગ્યા દસ્તાવેજ કરીને ફાળવી દેવામાં આવશે. જો આ ઠરાવ નવી જંત્રી પહેલા કરવામાં આવ્યા હોત તો મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાની કિંમત 1300 કરોડ થઈ જાય.

આ પણ વાંચો…અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR

332 કરોડની જમીન 83 કરોડમાં અપાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન જંત્રી દર પ્રમાણે ચારે વસાહતો જે કુલ 6.57 લાખ ચોરસ મીટરની જગ્યા છે. તેની કુલ કિંમત 332 કરોડ જેટલી થાય છે. હવે પ્રવર્તમાન જંત્રી દર મુજબ 25 ટકા એટલે કે 83 કરોડ રૂપિયાના ખર્ચે આપી દેવાનો નિર્ણય લેવાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button