અમદાવાદ

ખ્યાતિ હૉસ્પિટલ કાંડઃ સફાળી જાગેલી સરકાર જ બનશે ફરિયાદી, બોરીસણા ગામમાં માતમ

અમદાવાદઃ શહેરની ખ્યાતિ હૉસ્પિટલમાં ડૉક્ટરોની બેદરકારીને લીધે બે દરદીના મોત અને સાત દરદીની સ્થિતિ ચિંતાજનક હોવાની ખબરે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે ત્યારે રાજ્ય સરકારે પણ સખત પગલાની બાહેંધરી આપી છે.

જોકે કૉંગ્રેસ અગાઉ જ આક્ષેપ કરી ચૂકી છે કે આ હૉસ્પિટલ અગાઉ પણ આ રીતે દરદીઓના મોતના મામલે વિવાદોમાં ફસાઈ હતી, પરંતુ સરકારે કાર્યવાહી ન કરતા ફરી બે દરદીના મોત થયા છે. આ ઘટનાને લીધે આયુષ્યમાન કાર્ડ પણ વિવાદોમાં આવ્યું છે.

શું કહ્યું સરકારે

મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારે ખ્યાતિ હૉસ્પિટલ વિરુ્ધ પોતે જ ફરિયાદી બનવાનું નક્કી કર્યું છે. પોલીસે સરકાર સામે રજૂ કરેલા પ્રાથમિક અહેવાલ અનુસાર ડોક્ટરોની બેદરાકારીને લીધે મોત થયા છે.

જોકે હજુ વિસ્તૃત અહેવાલ આવવાનો બાકી છે. ત્યારે સરકારે એમ પણ કહ્યું છે કે હૉસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને હૉસ્પિટલનું લાયસન્સ રદ થાય તેવી સંભાવના પણ છે.

આપણ વાંચો: Kolkata Case: સુરક્ષાની માગ સાથે ફરી એક વાર ડૉક્ટરો હડતાળ પર

હૉસ્પિટલનો બાકીનું પેમેન્ટ અટકાવાયું

આ મામલે આરોગ્ય વિભાગે કહ્યું છે કે આ ઘટનાની સખત નોંધ લેવાઈ છે. વિભાગ તમામ પાસાઓ ચકાસી રહ્યો છે. પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. આ જોતાં હોસ્પિટલનું બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે.

સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ આવ્યા બાદ આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છે કે હૉસ્પિટલને યોજના હેઠળ ડૉક્ટરો બીજી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ ના કરી શકે ત્યાં સુધી સસ્પેન્શનના પગલાં પણ લેવામાં આવી શકે છે. આ સાથે આ રીતે મેડિકલ કેમ્પ યોજવા પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા પણ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૂત્રોના જણાવ્યા અનુસાર હૉસ્પિટલે કોઈપણ પરવાનગી વિના કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આપણ વાંચો: કોલકાતાના ડૉક્ટરો ફરજ પર પરત ફરશે, પરંતુ આદોલન ચાલુ રહેશે, આ સેવાઓ ઠપ્પ રહેશે

ગામમાં કેવો છે માહોલ

કલોલ પાસેના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજાયો અને 19 દરદીને એક બસમાં ફરી આગળની સારવાર માટે અમદાવાદની બોડકદેવ ખાતે આવેલી ખ્યાતિ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા.

સરકારી યોજનાઓ હેઠળ તેમની એન્જિયોગ્રાફી અને પછી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને તેમાં બે દરદીના મોત થયા, જે શંકાસ્પદ છે અને સરકારે તપાસના આદેશ આપ્યા છે.

એક 42 વર્ષીય મહેશ બારોટ અને બીજા 75 વર્ષીય નાગજીભાઈના મોતના સમાચાર ગ્રામજનોને મળતા તેઓ આક્રોશ અને શોક બન્ને અનુભવતા હતા અને અહીની બજારો લગભગ બંધ થઈ ગઈ હતી.

ગામમાંથી અહીં સારવાર માટે આવેલા ઘણા લોકોએ એમ કહ્યું કે અમને આંખની બળતરા કે ગોઠણ કે સાંધામાં દુઃખાવાની ફરિયાદ હતી, પરંતુ હૉસ્પિટલમાં અમારો કાર્ડિયોગ્રામ કાઢી અમને હૃદયની સમસ્યા છે, તેમ કહી સારવાર કરાવવા કહ્યું હતું. પોતાની સાથે જ આવેલા બે જણના આ રીતે થયેલા મોતથી ગ્રામજનોમાં ભય અને સાથે રોષ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker