અમદાવાદ

ખેડબ્રહ્મા પાસે ત્રિપલ અકસ્માત: 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, 6 ઘાયલ

અમદાવાદ: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા ગામ નજીક આજે બપોરે એક ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

હિંગટીયા ગામ નજીક ત્રિપલ અકસ્માત

મળતી વિગતો અનુસાર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા પાસે શનિવારે બપોરે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

આપણ વાંચો: ગોવાના શિરગાંવમાં શ્રી લૈરાઈ યાત્રા દરમિયાન અકસ્માત , 7 લોકોના મોત 30 ઘાયલ

અંબાજી-વડોદરા રૂટની એસટી બસ, એક જીપ અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટનાની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો હતો. અકસ્માતની ઘટના અંગે ખેરોજ પોલીસને પણ માહિતી મળ્યા બાદ પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે માર્ગ પરનો અવરોધાયેલો ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી, તેમજ અકસ્માત અંગેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button