કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ પત્ની અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી, જાણો સમગ્ર મામલો…

અમદાવાદ: કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્રપ્રસાદ મહારાજના પુત્ર વ્રજેન્દ્રપ્રસાદ ચર્ચામાં આવ્યા છે. વ્રજેન્દ્રપ્રસાદે તેમની પત્ની અને તેના પરિવારજનો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે. આવો જાણીએ સમગ્ર વિવાદ શું છે.
હનીમૂન બાદ શરૂ થયો હતો વિવાદ
વ્રજેન્દ્રપ્રસાદ અને અવંતિકાના લગ્નને લગભગ બે વર્ષ થયા છે. લગ્ન બાદ હનીમૂન પર ગયા ત્યારથી જ બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. શરૂઆતમાં, આ વિવાદને કૌટુંબિક સ્તરે અને મધ્યસ્થીઓ દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં કોઈ સફળતા ન મળતાં આખરે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
વ્રજેન્દ્રપ્રસાદે પોતાની ફરિયાદમાં અવંતિકા શુક્લા, અજયશંકર શુક્લ, વૈશાલી શુક્લ, ગોકુલભાઈ શુક્લ, શશીકાંત તિવારી અને ગોપાલ પાંડેનું નામ આપ્યું છે, ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વ્રજેન્દ્રપ્રસાદે પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવારના છ સભ્યો પર ₹100 કરોડની માગણી કરવાનો આરોપ મૂક્યો છે.
જે આ મામલાની ગંભીરતા દર્શાવે છે. આ ઘટનાથી આગામી દિવસોમાં નવા વિવાદો સર્જાઈ શકે તેવી સંભાવના છે.
આ પણ વાંચો…દ્વારકામાં ભગવાન નથી….” સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકનાં દાવાથી વિવાદ; માલધારી સમાજમાં રોષ